News of Saturday, 13th July 2024
ધરમસિનેમા પાસે જાહેરમાં તીન પતી રમતા ત્રણ શખ્સો પકડાયા
પ્ર.નગર પોલીસના કોન્સ. જયુભા, ચાંપરાજભાઇ અને હર્ષરાજસિંહની બાતમી : રૂા. ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૩ : ધરમસિનેમા પાસે પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ધરમસિનેમા પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પ્ર.નગર પોલીસના કોન્સ. જયુભા, હર્ષરાજસિંહ તથા ચાંપરાજભાઇને બાતમી મળતા સ્ટાફ સાથે ધરમસિનેમા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા કસ્તુરબા રોડ ધરમસિનેમા સામે વલીશેઠના ડેલામાં રહેતો પ્રતીક શૈલેન્દ્રભાઇ કોટક, ગાયકવાડી શેરી નં. ૮ના યાસીન યાકુબભાઇ અધામ અને જામનગર રોડ મનહરપરાના હિતેશ દિનેશભાઇ ચાવડાને પકડી લઇ રૂા. ૧૦,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી પીઆઇ એમ.એ.ઝણકાટ તથા પી.આઇ. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી.ચુડાસમા, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, હેડ કોન્સ. ધર્મેશભાઇ ડાંગર, તૌફીકભાઇ, જયુભા, હર્ષરાજસિંહ તથા ચાંપરાજભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(3:27 PM IST)










