<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

જયુબેલી બાગ સ્‍થિત સાત હનુમાનજી મંદિરે ૬ ઓગષ્‍ટથી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

ભાવેશભાઇ વ્‍યાસના વ્‍યાસાસને શિવ પ્રાગટય, સતી જન્‍મ, શિવ વિવાહ, ગણેશ જન્‍મ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટ તા. ૧૩: અહિંના અરવિંદભાઇ મણીયાર હોલ પાછળ જયુબેલી બાગ સ્‍થિત શ્રી સાત હનુમાનજી મંદિરે આગામી તા. ૬ ઓગષ્‍ટથી તા. ૧૪ ઓગષ્‍ટ સુધી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

ચીખલીયા દેવરાજભાઇ પરસોતમભાઇના યજમાનપદે આયોજીત આ શિવકથામાં પૂ. ભાવેશાભઇ વ્‍યાસ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ બિરાજી કથાનું સંગીતમય રસપાન કરાવશે.

કથા દરમિયાન શ્રી શિવ પ્રાગટય, શ્રી સતી જન્‍મ, શ્રી શિવ વિવાહ, શ્રી ગણેશ જન્‍મ, શ્રી શિવ અવતારોની કથા, શ્રી ૧ર જયોર્તિલીંગની કથાના પ્રસંગ ઉજવાશે.

ભાવિકોએ શિવકથાનો લાભ લેવા શ્રી દેવરાજભાઇ ચીખલીયા મો. ૯૯૧૩૭ ૪૪પપ૩), શ્રી આઇ ખોડીયાર રાસ મંડળ, જાદવભાઇ મોહનભાઇ કાકડીયા દ્વારા નિમંત્રણ અપાયું છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:28 PM IST)