News of Saturday, 13th July 2024
કોંગ્રેસે ઉઠાવેલ અવાજનો પડઘો : ઓકટોબરથી રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટો ઉડશે : ફટાકડા ફોડી વધામણા

રાજકોટ : ઇન્ટરનેશન એરપોર્ટ બાબતે કોંગ્રેસ સક્ષમ વિપક્ષની ભુમિકા ભજવી આક્રમક વિરોધ પ્રદર્શીત કરતા કેન્દ્ર સરકાર સફાળી જાગી ઉઠી છે. અંતે એરપોર્ટ ઓથોરીટીએ ઓકટોબરથી રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટો ઉડાવવાની જાહેરાત કરતા કોંગ્રેસે પ્રજાવતી ઉપાડેલ લડત જીતમાં પરિણમી છે. રાજકોટને ઇન્ટરનેશનલ દરજજો આપવાની જાહેરાત થતા કોંગ્રેસે આ નિર્ણયને ફટાકડા ફોડી વધાવી લીધો હતો. બહુમાળી ભવન ખાતે આતશબાજી કરાઇ હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, રોહિતસિંહ રાજપૂત, સુરેશ બથવારા, ડી. પી. મકવાણા, મયુરસિંહ પરમાર, રણજીત મુંધવા, દીલીપ આસવાણી, જીત સોની, યશ ભીંડોરા, રોનક રવૈયા, ગૌરવ પુજારા સહીતના સાથે જોડાયા હતા.
(3:31 PM IST)










