<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

જાણીતા લેખક જય વસાવડાએ હિરાસર એરપોર્ટ અંગે સવાલ ઉઠાવ્યા :લખ્યું કે,મેં એક નજરમાં આ પોલખોલ કહી દીધું હતું

તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ડોમેસ્ટિક એરપોર્ટ જ રહેવાનું હતું તો એરપોર્ટ દૂર કેમ લઈ જવાયું?

રાજકોટ હિરાસર એરપોર્ટ અંગે જાણિતા લેખક જય વસાવડાએ ફરીથી સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ડોમેસ્ટિક એરપોર્ટ જ રહેવાનું હતું તો એરપોર્ટ દૂર કેમ લઈ જવાયું? મેં એક નજરમાં જ પોલ ખોલી કહી દીધું હતું. મહત્ત્વનું છે કે, જય વસાવડા દ્વારા અગાઉ પણ હિરાસર એરપોર્ટની સુવિધા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે ફરી એક વખત જય વસાવડા દ્વારા સોશિયલ મીડિયામાં હિરાસર એરપોર્ટ અંગે પોસ્ટ કરતા ચર્ચા થઈ રહી છે.

રાજકોટ હિરાસર એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની વાત હતી પરંતુ થોડા દિવસ પહેલા જ એરપોર્ટ અંગે મોટો ખુલાસો થયો હતો કે આ એરપોર્ટ માત્ર ડોમેસ્ટિક એરપોર્ટ રહેશે. તેનો રાજકીય નેતાઓ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત જય વસાવડા દ્વારા પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી એરપોર્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા.

જય વસાવડાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જણાવ્યું હતું કે, એક નજરમાં આ પોલખોલ કહી દીધું હતું. ટેમ્પરરી ટર્મિનલને ઈન્ટરનેશનલ કહી દેવાયો પણ નવો બને છે એ પણ ડોમેસ્ટિક જ રહેવાનો છે ! તો પછી આટલા ખર્ચ કરી, નાના શહેરથી 31 કિમી દૂર રાજકોટની નહી પણ ચોટીલાની ભાગોળે કોઈ અલાયદા રોડ વિના હેરાનગતિ કરીને, કિંમતી ઇંધણ બાળીને જવું પડે એમ આ બનાવવાની જરૂર શું હતી જ્યારે ઓલરેડી ફંકશનલ ડોમેસ્ટિક એરપોર્ટ તો હતું જ! એનું રિનોવેશન કર્યું હોત તો? કોક પૂછો પોતાના ખિસ્સાના પૈસે બન્યું હોય એમ સપના દેખાડીને સાચી ફરિયાદ સામે બનાવટી બચાવ કરવા વીડિયો બનાવવા નીકળી પડેલાઓનો ખુલાસો. ટ્રોલિયા ટપોરીઓની તો જનહિત માટે બોલવાની ત્રેવડ હોતી નથી

(10:04 AM IST)