<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

લેન્‍ડ ગ્રેબીંગ : ૩ સામે ફોજદારી

કુલ ૪૭માંથી ૧૬ કેસમાં સમાધાન : ૨૮ કેસ પડતા મુકાયા

 રાજકોટ તા. ૧૩ : કલેકટર પ્રભવ જોષીના અધ્‍યક્ષ સ્‍થાને લેન્‍ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લેન્‍ડ ગ્રેબિગને અનુલક્ષીને ૪૭ કેસો પર કમિટી મેમ્‍બર્સ દ્વારા કેસ સ્‍ટડી બાદ ૩ કેસમાં એફ.આઈ આર. નોંધવા નિર્ણય લેવામાં આવ્‍યો હતો.જ્‍યારે ૨૮ જેટલા કેસ ડ્રોપ કરવામાં આવેલા છે. અન્‍ય ૧૬ કેસમાં સમાધાન થયેલ છે. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:04 AM IST)