News of Sunday, 14th July 2024
કાલાવડના મુળીલા ગામનો મહિપાલસિંહ રાજકોટમાં દારૂ ભરેલી કાર સાથે પકડાયો
એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્દ્રસિંહ ઝાલાની ટીમની કામગીરીઃ મનરૂપગીરી, દિવ્યરાજસિંહ, સત્યજીતસિંહની બાતમી

રાજકોટ તા. ૧૩: દારૂની હેરાફેરી ફરી શરૂ થઇ છે. દરમિયાન એલસીબી ઝોન-૧ ટીમે બાતમી આધારે બોલબાલા રોડ જલજીત હોલ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે કાલાવડના મુળીલા ગામના વતની અને હાલ યુનિવર્સિટી રોડ પર કેવલમ્ પાસે ક્વાર્ટરમાં રહેતાં મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ને પકડી લઇ રૂા. ૯૦ હજારનો ૧૮૦ બોટલ દારૂ અને જીજે૦૩ઇઆર-૪૩૧૭ નંબરની કાર મળી રૂા. ૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ સુત્રોના કહેવા મુજબ આ શખ્સ વિરૂધ્ધ અગાઉ કાલાવડ રૂરલ અને લોધીકા પોલીસમાં દારૂના ત્રણ ગુના નોંધાઇ ચુક્યા છે. દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ, ઝોન-૨ જગદીશ બાંગરવાએ સુચના આપી હોઇ એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મનરૂપગીરી ગોસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઇ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ પરમાર, રવીરાજભાઇ પટગીર સહિતે આ કામગીરી કરી હતી.
(10:04 AM IST)










