<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રાજકોટના પ્રખ્યાત જય સિયારામ પેંડાવાલાના માલિક રઘુભાઈ સેજપાલ નું દુઃખદ અવસાન : હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો

આવતીકાલે સવારે 9 વાગ્યે તેમની સ્મશાનયાત્રા, તેમના કાલાવાડ રોડ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળશે

રાજકોટ : સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવા રાજકોટના જય સીયારામ પેંડાવાળા તરીકે ઓળખાતા શ્રી રઘુભાઈ હરજીવનભાઈ સેજપાલ (ઉં. વર્ષ 68)નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમના નિવાસસ્થાન, દોશી પ્લાઝા બિલ્ડીંગ પાછળ, પટેલ વિહાર પરોઠા વાળી શેરી, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી આવતીકાલે સવારે 9 વાગ્યે સ્મશાનયાત્રા નીકળશે.

સ્વ. રઘુભાઈ સેજપાલ ના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબેન સેજપાલ રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ ટ્રસ્ટી તરીકે પણ સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે.  સ્વ. રઘુભાઈ સેજપાલ રાજકોટના લોહાણા અગ્રણી શ્રી જયંતભાઈ સેજપાલના મોટાભાઈ થાય છે.

(11:35 PM IST)