<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રાજકોટમાં એસ્‍ટેટ બ્રોકર-નાસ્‍તા ગૃહને ત્‍યાં GSTના દરોડામાં લાખોની કરચોરી પકડાઇઃ દસ્‍તાવેજો કબ્‍જે

શ્રી હરિ નાસ્‍તા ગૃહ-મોદી એસ્‍ટેટ-બાલાજી હાર્ડવેરમાં GSTની તપાસ

રાજકોટ તા. ૧પ :.. શહેરમાં શનિવારે એસ્‍ટેટ બ્રોકર, નાસ્‍તા ગૃહના સંચાલક, તેમજ હાર્ડવેરના ધંધાર્થીઓને ત્‍યાં એસજીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવી છે.

મોટા પ્રમાણમાં દસ્‍તાવેજો મળી આવ્‍યા છે. જે કબ્‍જે લેવામાં આવ્‍યા છે.

આ તપાસ પૂરી થયા બાદ ટેકસ ચોરીનો આંક વધવાની શકયતા છે, તેમ તપાસનીશ અધિકારીઓએ જણાવ્‍યું છે.

એસ્‍ટેટ બ્રોકરના ધંધાર્થી નાસ્‍તા ગૃહના સંચાલકોને જે ભરવા પાત્ર કર થાય તે ભરતા નહોતાં. ટેકસચોરી માલૂમ પડતા દરોડા પાડવામાં આવ્‍યા હતાં.

જે દસ્‍તાવેજો કબજે લેવામાં આવ્‍યા છે તેમાં ખરીદ-વેચાણના અનેક દસ્‍તાવેજો શંકાસ્‍પદ મળી આવ્‍યા છે. રાજકોટમાં હરિ નાસ્‍તા ગૃહ, મોદી એસ્‍ટેટ, બાલાજી હાર્ડવેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

(10:51 AM IST)