News of Monday, 15th July 2024
રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કેદી ચુનારાવાડના વિજય પરમારનું મોત
ચોરીના વોરન્ટમાં ૧૧મીએ જ જેલમાં આવ્યો હતોઃ બિમાર પડતાં જેલના દવાખાનામાં દાખલ હતોઃ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ મૃત્યુ થયું

રાજકોટ તા. ૧૫: રાજકોટ સેન્ટ્રલ જેલમાં બિમારી સબબ ત્યાંના દેવાખાનામાં દાખલ કરાયેલા ચુનારાવાડના વિજય રામચંદ્રભાઇ પરમાર (ઉ.વ.૩૪)ને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરી હતી.
મૃત્યુ પામનાર વિજય પરમારનું ચોરીનું વોરન્ટ નીકળ્યું હોઇ ગત ૧૧/૭ના રોજ તેને પકડીને જેલમાં મોકલાયો હતો. તેને ચાર સંતાન છે. બિમારીથી મૃત્યુ થયાની શક્યતા હોઇ મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
(11:50 AM IST)










