<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

પોપટપરામાં વહેલી સવારે બીજા માળેથી લઘુશંકા કરતી વખતે પિન્‍ટૂ પટકાયો

બાંધકામની સાઇટ પર બનાવઃ મુળ એમપીનો યુવાન ગંભીર

રાજકોટ તા. ૧૫: પોપટપરા સ્‍મશાન નજીક સરકારી બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્‍યાં વહેલી સવારે પાંચેક વાગ્‍યે પિન્‍ટૂ મગનભાઇ બગીલ (ઉ.વ.૨૨) ઉંઘમાંથી જાગીને લઘુશંકા કરી રહ્યો હતો ત્‍યારે બેલેન્‍સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ પિન્‍ટૂ મુળ મધ્‍યપ્રદેશનો વતની છે. તે ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ છે. સંતાનમાં બે પુત્રી છે. પોતે નવી બાંધકામની સાઇટ પર સેન્‍ટીંગ કામની મજુરી કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે  પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(11:59 AM IST)