<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

આહીર સમાજના આગેવાન કાનાભાઇ કાનગડનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે પ્રાર્થના સભા

ધારાસભ્‍ય ઉદય કાનગડના મોટાબાપુ

રાજકોટ :  વિધાનસભા ૬૮ રાજકોટના ધારાસભ્‍ય શ્રી ઉદયભાઇ કાનગડના મોટા બાપુ, અને જૂની પેઢીના સામાજિક આગેવાન  કાનાભાઈ લક્ષ્મણભાઈ કાનગડ નું નિધન થયું છે.  સ્‍વર્ગસ્‍થ કાનાભાઈ કાનગડ આહિર સમાજના આગેવાન હતા તેમજ  વિવિધ સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર રહ્યા હતા. તેમજ  સામાજિક  પ્રશ્ને સક્રિય રહી સમાજના પ્રશ્નોને વાચા આપવામાં એક ઉત્તમ માર્ગદર્શક તરીકે  તેમનો સિંહ ફાળો રહ્યો હતો.   કાનાભાઈ કાનગડનું સમાજમાં સામાજિક સાંસ્‍કળતિક અને સેવાકીય પ્રદાન અમૂલ્‍ય હતું. આમ આહિર સમાજના ભામાશા કાનાભાઈ કાનગડ ની વિદાયથી સમાજને અણધારી ખોટ પડેલ છે.

સ્‍વર્ગસ્‍થ કાનાભાઈ લક્ષ્મણભાઈ કાનગડ ની પ્રાર્થના સભા તારીખ ૧૮ ગુરૂવારે  સાંજે ૪ થી ૬ બીએપીએસ મંદિર કાલાવડ રોડ ખાતે રાખેલ છે.  જય પ્રકાશભાઇ કાનાભાઇ કાનગડ, પ્રશાંત નવીનભાઇ કાનગડ, દેવર્ષ જયપ્રકાશભાઇ કાનગઙ

(1:40 PM IST)