<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ગરીબી, બેકારી, ભુખમરો, બેફામ ભ્રષ્‍ટાચારથી લોકો ત્રસ્‍તઃ ગજેન્‍દ્રસિંહ

અયોધ્‍યા બાદ બદ્રીનાથમાં પણ ભાજપની કારમી હાર

રાજકોટ તા. ૧પઃશહેર કોંગ્રેસ પ્રવક્‍તા સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્‍દ્રસિંહ ઝાલા ની યાદી મુજબ લોકસભાની ચૂંટણી બાદ ૭ રાજ્‍યની ૧૩ બેઠકમાંથી ભાજપને માત્ર ૨ બેઠકો મળી છે. ઉત્તરાખંડ જ્‍યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્‍યાં યોજાયેલ બે બેઠકમાં બંને બેઠકો કોંગ્રેસે જીતી લીધી છે. ચારધામની યાત્રાના પવિત્ર ધામ બદ્રીનાથની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજેન્‍દ્રસિંહ ભંડારી હતા જે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા ભાજપે ઉમેદવાર ઘોષિત કરતા પક્ષ પલટુ ને લોકોએ જાકારો આપી કોંગ્રેસના લખપતસિંહ બુટોલા ૫૨૨૪ મતથી બદ્રીનાથની બેઠક જીતી જતા ભાજપને મોટો આંચકો લાગ્‍યો છે. કહેવાતી હિન્‍દુવાદી સરકારમાં લોકસભામાં અયોધ્‍યા, ચિત્રકૂટ, પ્રયાગરાજ અને હવે બદ્રીનાથ ની બેઠક કોંગ્રેસ દ્વારા જીતી જતા મોદી યુગ ખતમ થયો હોય તેવું જણાય છે.

સમગ્ર ભારતમાં લોકો ગરીબી, બેકારી, ભૂખમરો, બેફામ ભ્રષ્ટાચાર, કારમી મોંઘવારી થી ત્રસ્‍ત છે. ૨૦૧૪ પહેલા શાસક પક્ષ દ્વારા અચ્‍છે દીનના સપનાઓ બતાવ્‍યા હતા. પરંતુ અચ્‍છે દિન નું ટેટુ છેતરામણુ સાબિત થતાં પ્રજાએ હવે ભાજપને તેનું અસલી સ્‍થાન કયાં છે તે ધીમે ધીમે બતાવી દીધું છે. દેશની જનતાને હવે ફક્‍ત ભાષણબાજીમાં નથી રસ કામ કરે અને લોકોને રોજગાર મળે અને મોંઘવારીથી છુટકારો મળે એવી સરકાર જોઈએ છે તેમ અંતમાં ગજુભા એ જણાવ્‍યું છે.

(2:36 PM IST)