<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ભુપેન્‍દ્રભાઇ પટેલના મજબુત નેતૃત્‍વમાં ભાજપ સરકારનું શાસન એટલે સાથ, સહકાર અને સેવાની વણથંભી વિકાસ યાત્રાઃ રાજુભાઇ ધ્રુવ

ગુજરાતના વિકાસ-લોકસેવા માટે અડીખમ- લોકલાડીલા પ્રજાવત્‍સલ, મુખ્‍યમંત્રીને જન્‍મદિવસની શુભકામનાઓ

રાજકોટઃ પ્રગતિશીલ ગુજરાતના મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલનો આજે સોમવારે જન્‍મદિવસ છે. તેઓને શુભેચ્‍છા પાઠવતા સૌરાષ્‍ટ્ર  ભાજપ પ્રવક્‍તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે ગુજરાતના યશસ્‍વી લોકપ્રિય મુખ્‍યમંત્રીશ્રીએ પરિશ્રમ કરીને ગુજરાતને વિકાસ ની વણથંભી યાત્રામાં  સફળતાપૂર્વક આગળ વધાર્યું છે.

એક વ્‍યક્‍તિ તરીકે ભૂપેન્‍દ્રભાઈ પટેલ માનવતાવાદી અને આધ્‍યાત્‍મિક સ્‍વભાવના છે, મિતભાષી છે, જો કે વાત જ્‍યારે મોટા નિર્ણયો લેવાની આવે, ત્‍યારે તેઓ પાછી પાની કરીને જોતાં નથી. જાહેર કાર્યક્રમોમાં તેઓ પોતાની આગવી છટાથી લોકોને સરકારની વાત સમજાવે છે લોકકલ્‍યાણ-વિકાસ કાર્યો ને આગળ વધારે છે. ભાજપ સરકારના  શાસનમાં અનેક મોટા નિર્ણયો લેનાર ભૂપેન્‍દ્રભાઈ  પટેલનું વિઝન ઘણું મોટું છે. લો પ્રોફાઈલ વ્‍યક્‍તિત્‍વ, તેમનું મોટું પાસું છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદી પણ વખતોવખત તેમની પ્રશંસા કરે છે.

ભુપેન્‍દ્રભાઈ પટેલનાં નેતળત્‍વમાં  પાછલા દિવસોમાં સરકારે જે નિર્ણયો લીધા છે તે  નિર્ણયો જે તે વર્ગ માટે ગેમચેન્‍જર છે. ભૂપેન્‍દ્રભાઈ  પટેલે  અનેક મોટા નિર્ણય લીધા છે. જેમાં આ વર્ષે ૨૫ હજાર સરકારી નોકરી, દરિયાકાંઠે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી , વ્‍યાજખોરો સામેનું અભિયાન, ડ્રગ્‍સ રેકેટ તોડવાનું અભિયાન વગેરે સામેલ છે. આવા નિર્ણયોથી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નામે કેટલાક રેકોર્ડ લખાઈ ગયા છે. મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલે અસાધારણ  હિંમંત સાથે શાસન ને પારદર્શી બનાવવા  માટે ખૂબ કડક નિર્ણયો લીધા છે.પાંચ આઈએએસ અધિકારીઓ તથા ૯ કલાસ વન અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરી ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણયો લઈ શાસન ની પારદર્શિતા અને મજબૂતાઈ દર્શાવી છે.

રાજુભાઇ ધ્રુવ વધુમાં જણાવે છે કે, સરકારના ૧૦ મોટા નિર્ણયો પર નજર કરીએ તો, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પોતાનું મંત્રી મંડળ નાનું રાખીને પણ કાર્યક્ષમ કામગીરી કરી દેખાડી છે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ૩લાખ ૧ હજાર ૨૨કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્‍યું. રાજ્‍ય સરકારે આ વર્ષે યુવાનોને ૨૫ હજાર સરકારી નોકરી આપવાનો પણ નિર્ણય લીધો છે. પેપર લીક વિરોધી કાયદો લાવીને પેપર ફોડનારા તત્‍વો પર અંકુશ મૂકાયો છે. જમીનોની રિસર્વેની કામગીરીમાં ક્ષતિ હતી, ત્‍યાં રિસર્વેની કામગીરી ફરી શરૂ કરાવાઈ છે. સરકારે રાજ્‍યના દરેક જિલ્લા અને તાલુકામાં સ્‍પોર્ટસ સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી છે. જી ૨૦ સમિટના ઉપક્રમે મુખ્‍યમંત્રીના નેતળત્‍વમાં સતત કાર્યક્રમો અને બેઠકો યોજાઈ રહી છે.

રાજકોટ-સૌરાષ્‍ટ્ર માટે પણ ઘણા લોકોપયોગી વિકાસલક્ષી પ્રોજેક્‍ટો નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.ગુજરાત ના પનોતા પુત્ર દેશ ના નેતા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ના માર્ગદર્શન માં ગુજરાત ના તમામ વિસ્‍તારો, પ્રજાના તમામ વર્ગો ના સર્વાંગીણ કલ્‍યાણ-વિકાસ માટે અનેક ચાલુ પ્રજાકીય સેવાકાર્યો ની ગતિ વધારી ગુજરાત ની પ્રગતિ-વણથંભી વિકાસયાત્રા ને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આગળ લઈ જઈ રહ્યા છે ત્‍યારે આજે તેમના જન્‍મદિવસ ના શુભ અવસરે  રાજુભાઇ ધ્રુવે અભિનંદન આપી મંગલમય શુભેચ્‍છાઓ પાઠવી છે.

(2:42 PM IST)