<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રાજકોટમાં સ્‍ટ્રીટ વેન્‍ડર એકટ ખરા અર્થમાં લાગુ કરો

રાજકોટની રવિવારી બજારને હટાવવાના વિરોધમાં કોંગ્રેસ તથા લારી-ગલ્લાવાળાઓની જંગી રેલી - દેખાવો - આવેદન : કોર્પોરેશનનું તંત્ર અન્‍ય વિભાગોમાં દખલગીરી કરે : રવિવારી બજાર હટાવવી પડે તેમ હોય તો પહેલા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા આપો

રાજકોટ તા. ૧૫ : શહેર કોંગ્રેસના આગેવાનોએ આજે મ્‍યુ. કમિશનરને આવેદન પાઠવી રાજકોટની રવિવારી બજારના લારી ગલ્લા પાથરણાં વાળા નાગરિક બાબતે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, આપણા દેશની સંસદમાં આ વિશેષ કાયદો પારીત કરવાનો મૂળ આશય આપણા જ દેશના બાંધવો જેઓ લાટી ગલ્લા પાથરણાં તરીકે રોજી રોટી રળતાં હોય છે એમને ગરિમા પૂર્વક ધંધો રોજગાર કરી શકે એની અનુકૂળતા ઊભી કરી આપવાનો છે. એકટમાં સાફ જણાવેલ છે કે લારી ગલ્લા પાથરણાં વાળા કે રેંકડી વાળાઓને પોતાનો ધંધો રોજગાર કરવા માટે સ્‍થિર જગ્‍યા આપવી અને કદાચ કોઈ કારણસર હટાવવા પડે તો બીજી વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઉભી કરી આપવી.

પરંતુ, રાજકોટ શહેરની રોનક અને વર્ષો જૂની ઓળખ એવા રવિવારી બજારના લોકો છેલ્લા કેટલાક દિવસોમાં નોટિસો આપવામાં આવી છે કે તેઓ ગણતરીના દિવસોમાં રવિવારી બજારની જગ્‍યા ખાલી નહિ કરે તો લેન્‍ડ ગ્રેબિંગ એક્‍ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વર્તમાન ભાજપ સટકાર અને રાજકોટ શહેર નું મ્‍યુનિ. તંત્ર કેટલું કાબેલ અને સક્ષમ છે એ તો TRP ગેમિંગ ઝોન પ્રકરણમાં સૌં એ જોઈ લીધું છે. એ છતાં, બી.યુ. પરમિશન વગર ઊભા સેંકડોના સેંકડો મકાનો/ ઇમારતો/ ટાવરો/ શોપિંગ સેન્‍ટરોની સામે તમારું તંત્ર મૌન ધારણ કરી લેય છે અને રવિવારી બજારના ગરીબ શ્રમિક પાથરણાં રેક્‍ડીવાળાઓને ત્‍યાંથી ખદેડી દેવાની ધમકીઓ આપે છે, જે દેખાડે છે કે તંત્ર કેટલું નમાલું બની ચૂક્‍યું છે.

આવેદનમાં વધુમાં ઉમેરાયું હતું કે, રાજયની ભાજપ સરકાર અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના બીન અનુભવી અને વહીવટી સુજબુજ વગરના સતાના મદમા રાચતા શાસકો ને ગરીબ અને સામાન્‍ય માણસની લેશમાત્ર દરકાર નથી. મોંઘવારીના આ કપરાકાળમા રોજના રહી રોજ નુ કરતા સામાન્‍ય લારી ગલ્લા અને પાથરણા વાળા ને સતત મ્‍યુનિસિપલ તંત્ર દ્વારા હેરાન-પરેશાન કરવામા આવી રહ્યા છે. બીજીબાજુ ભાજપના રાજમા ગેરકાયદેસર બાંધકામ ભાજપ ના કોર્પોરેટર દ્વરા પ્રોટેક્‍શન મની અને અમુક ભાજપના આગેવાનો દ્વારા ચોક્કસ રોડ જેમ કે યુની રોડ ભગતસિંહ  ગાર્ડન, રૈયા રોડ, જંક્‍શન પ્‍લોટ, ગાંધીગ્રામ, મોરબી રોડ પેડક રોડજેવા અનેક વિસ્‍તારોમાંથી લારીગલ્લા અને પાથરણા વાળા પાસેથી તંત્ર સાથે મીલીભગતથી હપ્તા વસૂલાઈ રહ્યા છે ત્‍યારે આજે કોંગ્રેસ ગરીબોનો અવાજ બની બેરોજગારી હપ્તા ખોરી અને તંત્રની તાનાશાહીનો માર સહન કરતા ગરીબોને ન્‍યાય અપાવવા વૈકલ્‍પિક જગ્‍યાએ ધંધા રોજગાર ની છુટ આપવા અને બંધારણીય અધિકારો જાળવવા  મ્‍યુનિસિપલ કમિશ્નર સમક્ષ માંગણી કરી છે. આ રજૂઆતમાં નરેશભાઈ સાગઠીયા, સુરેશભાઈ બથવાર, મેઘજીભાઈ રાઠોડ, રોહીત રાજપુત, હાર્દિક રાજપુત, મયુરસિંહ પરમાર, સંજયભાઈ લાખાણી, ઘનશ્‍યામસિંહ જાડેજા, જયંતિભાઈ બુટાણી, સહીત રાજકોટ શહેરમા ધંધો-રોજગાર કરતા ફેરીયાઓ વિશાળ સંખ્‍યામા કોંગ્રેસની ન્‍યાયની લડાઈમા જોડાયા હતા

 આથી, આ આવેદનપત્રના માધ્‍યમ થી આપશ્રીને વિનંતી કરીએ છીએ કે (૧) સમગ્ર રાજકોટ શહેરમાં સ્‍ટ્રીટ વેન્‍ડર એક્‍ટ એના સાચા અર્થમાં લાગુ કરવામાં આવે. (૨) રાજકોટની રવિવારી બજારને હટાવવામાં આવે નહિ અને એ માટે મ્‍યુનિ. તંત્ર સરકારના અન્‍ય વિભાગો સાથે દખલગીરી કરે. (૩) કોઈ કારણસર આ રવિવારી બજાર હટાવવી જ પડે એમ હોય તો ત્‍યાંના એક એક લારી ગલ્લા પાથરણાં નો પાક્કો સર્વે/ અભ્‍યાસ કરી એમને વરસાદ રહી જાય એ બાદ બીજે પોતાનો ધંધો રોજગાર કરવા વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ઉભી કરી આપવામાં આવે.

આ આવેદન દેવામાં ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, વશરામ સાગઠીયા તથા અન્‍ય આગેવાનો - કાર્યકરો જોડાયા હતા.(૨૧.૨૮)

કોંગ્રેસની આગેવાની : સેંકડો લારી - ગલ્લાવાળાઓની જંગી રેલી : મ્‍યુ. કમિશનરને આવેદન

શહેર કોંગ્રેસે આજે ધારાસભ્‍ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલ રાજાણી સહિતના આગેવાનો તથા સેંકડો કાર્યકરોએ લારી-ગલ્લા પાથરણાના ન્‍યાય પ્રશ્ને ત્રીકોણબાગથી કોર્પોરેશન કચેરી સહિત જંગી રેલી કાઢી મ્‍યુ. કમિશનરને આવેદન આપી રજૂઆતો કરી હતી તે નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

(2:50 PM IST)