News of Monday, 15th July 2024
'તારી દિકરીનું ઘર તે બગાડ્યું, કાલ સુધીમાં તને મારી નાખીશ, આ દિનેશનો આદેશ છે!
જમાઇએ સસરાને વોઇસ મેસેજથી ધમકી દીધી તેમજ છરી લઇ રૃબરૃ પણ પહોંચ્યો : કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતાં બાવનજીભાઇ બગડાની તાલુકા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નાના મવા સર્કલ પાસે કવાર્ટરમાં રહેતાં જમાઇ દિનેશ ચોૈહાણ વિરૃધ્ધ બે ફરિયાદ

રાજકોટ તા. ૧પઃ મોટા મવા સર્કલ પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં દીકરીને તેડવા ગયેલા વૃધ્ધને જમાઇએ વ્હોટસએપમાં વોઇસ મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યા બાદ લક્ષ્મીના ઢોરે રૃબરૃ જઇને વૃધ્ધને છરી બતાવી જમાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપતા જમાઇ વિરૃધ્ધ બે ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ લક્ષ્મીનો ઢોરો શેરી નં. ૪ માં રહેતા બાવનજીભાઇ રામાભાઇ બગડા (ઉ.વ. ૬૧) એ તાલુકા પોલીસ મથકમાં પોતાના જમાઇ દિનેશ ઉતમભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. બાવનજીભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે મજુરી કામ કરે છે પોતાને સંતાનમાં ત્રણ દિકરી અને એક પુત્ર છે પોતાની બીજા નંબરની દિકરી ભાવનાના મોટા મવા સર્કલ પાસે આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નં. ૩ માં કવાર્ટર નં. પ૦પ માં રહેતા દિનેશ ઉત્તમભાઇ ચૌહાણ સાથે થયા હતા. તેને સંતાનમાં બે પુત્રી છે. પોતાની દિકરીને ઘણા સમયથી જમાઇ દિનેશ ખોટી શંકા કરતો હોઇ તે બાબતે ઘરકંકાસ ચાલે છે. પરમ દિવસે રાત્રે દિકરી ભાવના પોતાના ઘરે આવીને કહેલ કે 'દિનેશ મારી સાથે શંકા કરી ઝઘડો કરતો હોઇ તેથી હું ઘર મુકીને આવી ગઇ છું. અને મારી બંને દિકરીઓ દિનેશ પાસે છે.' તેમ કહેતા પોતે દિકરી ભાવના સાથે તાલુકા પોલીસ મથકે જઇ પોલીસની મદદથી તેના ઘરે જતા દિનેશ બંને દીકરીઓને લઇને જતો રહ્યો હતો. બાદ પોતે પરત ઘરે આવતા હતા ત્યારે પોતાના મોબાઇલમાં દિનેશનો ફોન આવેલ અને પોતાને ગાળો આપી થોડીવાર બાદ પોતાના મોબાઇલ ફોનમાં વ્હોટસએપમાં જમાઇ દિનેશનો વોઇસ મેસેજ આવેલ તેમાં દિનેશ કહેલ કે 'બાવનજીરામા તારી દિકરીનું ઘર તે બગાડેલ છે. હું તને જીવવા નહીં દઉં અને કાલ સુધીમાં તને જાનથી મારી નાખીશ આ દિનેશ ચૌહાણનો આદેશ છે' ગાળ આપીને કહેલ કે 'તું જીંદગીમાંથી ગયો બાવનજીરામા' તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાની દિકરી ભાવનાએ અગાઉ પણ પતિ દિનેશ ચૌહાણ વિરૃધ્ધ ફરિયાદ કરી છે દિનેશને દારૃ પીવાની ટેવ હોમઇ અને અવાર-નવાર દિકરી સાથે ઝઘડો કરતો હોઇ આથી પોતે ધમકી આપી હતી.
આ બનાવ બાદ ગઇકાલે લક્ષ્મીના ઢોરે પોતાના ઘરે પોતે તથા પત્ની સવીતાબેન અને દિકરી રાધા ત્રણેય ઘરની બહાર બેઠા હતા ત્યારે જમાઇ દિનેશ ચૌહાણ એકટીવામાં બંને દીકરીઓને લઇને આવેલ અને પોતાને કહેલ કે 'અમારો પતિ-પત્નીનો ઝઘડો તમારાજ લીધે થયો છે જેના લીધે મારી પત્ની ભાવના ઘરેથી જતી રહી છે અને તમે જ મદદ કરો છો' તેમ કહી નેફામાંથી છરી કાઢી બાવનજીરામા આટલી જ વાર લાગશે સવારે તને જીવતો રાખવો નથી, મારી પત્ની જતી રહી છે. જે તમારા કારણે જ ઘરે આવી છે હવે તું સવારે કામે જવા નીકળીશ એટલે તને જાનથી મારી નાખીશ' ધમકી આપી એકટીવામાં તેની દિકરીઓને લઇને જતો રહ્યો છે. આ બનાવ અંગે વૃધ્ધ બાવનજીભાઇએ યુ઼નિવર્સિટી પોલીસ અને તાલુકા પોલીસ મથકમાં જમાઇ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:02 PM IST)










