<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

બાથરૂમમાંથી બહાર નીકળતાં લપસી પડવાથી મનોજભાઇ મારૂનું મોત

ગોંડલ રોડ વૈદવાડીમાં બનાવઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ પર વૈદવાડી શેરી નં. ૩માં ડી માર્ટની સામે રહેતાં મનોજભાઇ વૃજલાલભાઇ મારૃ (ઉ.વ.૫૯) સવારે ઘરે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મનોજભાઇ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે દવાનો વેપાર કરતાં હતાં. ઘરે સવારે બાથરૃમમાંથી ન્હાઇને બહાર નીકળ્યા ત્યારે લપસી પડ્યા હતાં અને બેભાન થઇ ગયા હતાં. સારવાર માટે ખસેડાયા ત્યારે તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં માલવીયાનગર પોલીસને જાણ કરતાં હેડકોન્સ. અરૃણભાઇ વી. ચાવડાએ જરૃરી કાર્યવાહી કરી હતી.

જન્મથી જ બિમાર અઢાર વર્ષના શિવમ્નું મૃત્યુ

મવડી માટેલ સોસાયટી-૬માં રહેતો શિવમ્ મહેશભાઇ ગોડેશ્વર (ઉ.વ.૧૮) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. શિવમ્ જન્મથી જ દિવ્યાંગ હતો. તે એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને તોૈફિકભાઇ જુણાચએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(3:10 PM IST)