News of Monday, 15th July 2024
બાળકના મનની વાત માતા-પિતાએ બહાર લાવવી જોઇએઃ પરસોતમ રૂપાલા
શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમ શાળામાં પ્રવેશ ડ્રો યોજાયોઃ ૭૫ જગ્યા સામે અ..ધ...ધ ૪૦૦ થી વધુ ફોર્મ આવ્યા હતા

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની નર્સરીના પ્રવેશ માટે તમામ છાત્રોને દર વર્ષની માફક પારદર્શક ડ્રો પધ્ધતીથી પ્રવેશ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં હાજર રહેલ નાની દિકરીઓના હસ્તે તમામ ચીઠ્ઠીઓ ખેંચાવામાં આવેલ હતી અને પ્રવેશ મેળવેલ દરેક વિદ્યાર્થીનું નામ જાહેર કરવામાં આવેલ. આ પ્રવેશ પ્રક્રિયામાં શાળા દિઠ ૧૩ દિકરીઓ અને ૧૨ દિકરાઓ એક કુલ ૨૫ વિદ્યાર્થીઓનો ડ્રો મારફત પ્રવેશ આપવામાં આવેલ. કાર્યક્રમ અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા મારફત સૌપ્રથમ તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ અને બાળકોને વધુને વધુ શિક્ષણ પ્રાપ્ત કરવામાં આવે તેવો ઉપસ્થિત તમામ વાલીઓને અનુરોધ કરેલ અને આવનાર સમયમાં શિક્ષણનું મૂલ્યુ શું હશે તેના વિશે માહિતગાર કરેલ. કાર્યક્રમના ઉદ્દઘાટક પરષોતમભાઇ રૃપાલા, પોતાના શિક્ષણ વિશેના અંગત અનુભવના દ્રષ્ટાંતથી વાલીઓને બાળકો પ્રત્યે સજાગતા લાવવા અને બાળકને હુફાળુ વાતાવરણ પુરૃ પાડવા સલાહ આપેલ. તેમજ બાળકના મનમાં જે વાત દબાયેલી રહે છે તે માતા-પિતાએ બહાર લાવવી અને બાળક સાથે બાળક જેવા બની તેને જીવનમાં શિક્ષણના માર્ગે વાળવા ટકોર કરી હતી. સાથોસાથ શ્રીમદ ભાગવત ગીતા અને ભગવાન શ્રીકૃષ્ણના દ્રષ્ટાંતથી શિક્ષણ સાથેનો નાતો સમજાવ્યો હતો. ઉપરાંત ઉપસ્થિત તમામ લોકોને પોતાની વાણીથી તરબતર કરેલ. આ કાર્યક્રમમાં રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, મુકેશભાઇ દોશી, ડો.દર્શીતાબેન શાહ, બિનાબેન આચાર્ય, કમલેશભાઇ મીરાણી, દેવાંગ દેસાઇ, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીનભાઇ ઠાકર, લીલુબેન જાદવ, મનીષભાઇ રાડીયા, અશ્વીનભાઇ મોલીયા, ડો.માધવ દવે, વિક્રમભાઇ પુજારા, પ્રવિણ નિમાવત, સંગીતાબેન છાયા, અજયભાઇ પરમાર, જાગૃતિબેન ભાણવડીયા, રસિકભાઇ બદ્રકિયા, વિરમભાઇ સાંબડ, મનસુખભાઇ વેકરીયા, ઇશ્વરભાઇ જીતીયા, સુરેશભાઇ રાઘવાણી, રાજેશભાઇ માંડલીયા, જગદીશભાઇ ભોજાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(3:13 PM IST)










