News of Monday, 15th July 2024
૯ ઓગષ્ટે વિશ્વ આદીવાસી દિવસ : રાજકોટના ભીલવાસ ચોકમાં ગૌરવાંકિત ઉજવણી કરાશે
ધ્વજવંદન, ધરતી માતા પુજન, પુષ્પાંજલી અને રોપા વિતરણ કરાશે

રાજકોટ તા. ૧૫ : યુનો ૯ ઓગષ્ટ વિશ્વ આદીવાસી દિવસ જાહેર કરાતા દર વર્ષે ભીલ સમાજ દ્વારા ગૌરવાંકિત ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત રાજકોટ ખાતે પણ ભીલવાસ ચોકમાં ધ્વજ વંદના, ધરતીમાતા પૂજન અને વીર વીરાંગનાઓને પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે પર્યાવરણલક્ષી કાર્યક્રમના ભાગરૃપે ફુલ છોડ અને વૃક્ષોના રોપા વિતરણ કાર્યક્રમ પણ હાથ ધરાશે.
સમગ્ર આયોજન માટે ભીલ આદીવાસી મહીલા ઉત્કર્ષ મંડળ, ભીલ આદીવાસી વિવિધ હસ્તકલા, ગુજરાત અખિલ ભારત આદીવાસી વિકાસ પરિષદ, ભીલ સૌરાષ્ટ્ર સભાગના પ્રમુખ વાસવીબેન સોલંકી, આશાબેન લીડીયા, મીનાબેન ચૌહાણ, કૈલાષબેન રાઠોડ, મીનાબેન મકવાણા, જયાબેન રાઠોડ, ચંદ્રીકાબેન મુલીયાણા, નીતાબેન, કમળાબેન, વનીતાબેન પરમાર, અસ્મીતાબેન હટીલા, મદીનાબેન પરમાર, નંદુબેન મુનિયા, લીલાબેન પરમાર, સમસ્ત આદીવાસી સમાજ રાજકોટ દ્વારા ભેગા મળીને તૈયારીઓ આરંભવામાં આવી છે.
તા. ૯ ઓગષ્ટના સવારે ૯ વાગ્યે સમસ્ત ભીલ સમાજે ઘરનો પ્રસંગ હોય તે રીતે સાથે જોડાઇ જવા વાસવીબેન સોલંકીએ અનુરોધ કર્યો છે.
(3:14 PM IST)










