<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

લોઘાવાડ ચોક પાસે બીમારીના લીધે અજાણ્‍યા વૃધ્‍ધનું મોત

નાથાલાલ તરીકે ઓળખાતા વૃધ્‍ધના ડાબા હાથની કલાઇ પર ગુજરાતીમાં ‘શ્રીરામ' ત્રોફાવેલ છેઃ વાલીવારસની શોધ

રાજકોટ,તા. ૧૫: શહેરના લોઘાવાડ ચોક પાસે બીમારીના કારણે આશરે ૬૦ વર્ષના અજમણ્‍યા વૃધ્‍ધનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ લોઘાવાડ ચોક પાસે ચાર દિવસ પહેલા આશરે ૬૦ વર્ષીય અજાણ્‍યો વૃધ્‍ધ બીમારીના લીધે બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી વૃધ્‍ધને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું પરમદિવસે સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યુ હતું. મૃતક વૃધ્‍ધે બ્‍લુ કલરનો જીણા ટપકાવાળો શર્ટ અને જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. તેમજ તેણે ડાબા હાથની કલાઇ પર ગુજરાતીમાં ‘શ્રીરામ' ત્રોફાવેલ છે. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.મોવલીયાએ તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ વૃધ્‍ધના સગાસંબંધી હોય તો એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:14 PM IST)