News of Monday, 15th July 2024
રાજકોટના વિશ્વ વિખ્યાત જય સીયારામ પેંડાવાલાના માલિક રઘુભાઇ સેજપાલની સ્મશાનયાત્રામાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા : ગુરૂવારે પ્રાર્થનાસભા
રાજકીય - સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ : પરિવારજનો ભારે શોકમાં ગરકાવ

રાજકીય - સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ : પરિવારજનો ભારે શોકમાં ગરકાવ
રાજકોટ : રાજકોટના વિશ્વ વિખ્યાત જય સીયારામ પેંડાવાલાના માલિક શ્રી રઘુભાઈ હરજીવનભાઈ સેજપાલ (ઉંમર વર્ષ ૬૮)નું ગઈકાલે અચાનક તીવ્ર હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયું હતું. આજરોજ કાલાવડ રોડ, રાજકોટ ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળેલી સ્મશાનયાત્રામાં ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનો સહિત સગાવ્હાલઓ - મિત્રવર્તુળ ભારે શોકમાં ડૂબી ગયા હતા. સ્મશાનયાત્રામાં વિશાળ સંખ્યામાં સામાજિક - રાજકીય આગેવાનો, અગ્રણી વેપારીઓ જોડાયા હતા.
રઘુવંશી અગ્રણી શ્રી જયંતભાઈ સેજપાલના મોટા ભાઈ સ્વ.રઘુભાઈ સેજપાલના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબેન સેજપાલ રાજકોટ લોહાણા મહાજનના સુદીર્ઘ ટ્રસ્ટી તરીકે પણ પોતાની સેવા આપી ચૂક્યા છે. સરળ, ઉમદા, સેવાભાવી અને બહોળું મિત્રવર્તુળ ધરાવતા સ્વ. રઘુભાઈ ને લોકોએ વિશાળ સંખ્યામાં હાજર રહી ભારે હૃદયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સ્વ. રઘુભાઈ સેજપાલની પ્રાર્થનાસભા રાષ્ટ્રીયશાળા રાજકોટ ખાતે તારીખ ૧૮/૭/૨૦૨૪ ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન રાખેલ છે.
સ્વ.રઘુભાઈ સેજપાલની વિશાળ સ્મશાનયાત્રામાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૃ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોંટાઈ, શ્રી જયંતભાઈ સેજપાલ, ઘનશ્યામભાઈ જીવરાજાની, દિનેશભાઈ જીવરાજાની, પ્રમોદભાઈ ભમ્મર, વસંતભાઈ માંગરોલીયા, અતુલભાઇ શેઠ, નીતિનભાઈ રાયચુરા, ડો.ચિરાગભાઈ માત્રાવડીયા, ડો. મહેશભાઈ શાહ, ડો.ધર્મેશભાઈ સોલંકી, રાજુભાઈ રાઠોડ, મુન્નાભાઈ પરમાર, નિલેશભાઈ સોની, મહેન્દ્રભાઈ રાઠોડ, વિરલભાઈ સિલ્હર, રાજુભાઈ પોપટ, રામભાઈ બરછા, છબીલભાઈ પોબારૃ, દીપકભાઈ પોબારૃ, નિલેશભાઈ સોની, અલ્પાબેન બરછા , ઇગલ ટ્રાવેલ્સના દિનેશભાઈ બવારીયા, રીટાબેન કોટક, દિપકભાઈ કારીયા, ગોપાલભાઈ ઉનડકટ, મહેશભાઈ (રાજકોટ કલર લેબ) સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.
(3:22 PM IST)










