<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ચોમાસામાં રીપેરીંગ શકય નથીઃ નળ ફરી જોડી આપોઃ રાજનગર આવાસ ધારકોની મ્‍યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટઃ શહેરના  રાજનગર આવાસ યોજના કૉર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે. રહેવાસીઓને હજૂ ૨૦૧૫ માં રજી.દસ્‍તાવેજ બનાવી ે આપવામાં આવ્‍યા છે. હાલમાં આ આવાસ યોજનાના રહેવાસીઓને કોર્પોરેશન દ્વારા  આવાસ જજૅરીત અંગેની નોટીસો આપી તાત્‍કાલિક અસરથી નળ કનેકશન કાપી નાખવામાં આવ્‍યા છે.  રાજનગર આવાસ યોજનાના રહેવાસીઓ ને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત આવાસ હોવા છતાં તેનો સ્‍ટ્રકચર એન્‍જિનિયર પાસે રિપોર્ટ મેળવ્‍યા બાદ જ દસ્‍તાવેજ કરી આપવા જોઈએ તેમ જણાવ્‍યું હતું. હાલમાં ચોમાસાનો સમય હોય, વરસાદી માહોલમાં આ આવાસ યોજનામાં રહેનારા લોકો આવાસ રીપેરીંગ કરાવી શકે તેવી પરિસ્‍થિતિ ન હોય, ચોમાસાનો સમય પૂર્ણ થયા બાદ રીપેરીંગની કામગીરી શરૂ થઈ શકે તેમ હોય, તાત્‍કાલિક અસરથી આવાસ યોજનાના રહેવાસીઓના નળ જોડાણો ફરી જોડી આપવા સ્‍થાનીકોએ આજે મ્‍યુ. કમિશ્નર ડી.પી.દેસાઇને આવેદન પાઠવી રજુઆત કરી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:31 PM IST)