<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રવિવારે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે તથા ઓશો ગીતા-નિવેદિતા ધ્‍યાન મંદિરે નિઃશુલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર,マદયાંજલી-પુષ્‍પાજંલી,સંતવાણી

ગુરૂપુર્ણિમાં નિમિતે

ગુરૂ પુજન ધ્‍યાન-ભજન-ભોજનના ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવવાનો અનેરો અવસરઃ સવારે ૬ થી બપોરે ૧ દરમ્‍યાન ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે તથા બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્‍યાન ઓશો ગીતા-નિવેદિતા ધ્‍યાન મંદિરે આયોજન. આયોજકઃ- ગીરીશભાઇ પ્રજાપતિ (સ્‍વામિ આનંદ પારસ), શિબિર, સંચાલકઃ- સ્‍વામિ સત્‍ય પ્રકાશ તથા યોગા માસ્‍ટરમાં યોગ નંદિની (નીતા જોષી), ઓશો ગીતા-નિવેદિતા ધ્‍યના મંદિરનાં પ્રણેતા માં યોગ ગીતા (નર્મદાબેન નંદાણી) તથા સ્‍વામિ આનંદ ઉત્‍સવ (હિરેનભાઇ પ્રજાપતિ)ની નિર્વાણતીથી નિમિતે マદયાજંલી-પુષ્‍પાજંલી, ગુરૂ વંદના સાથે ગુરૂપુજન અમેરીકાથી ગુરૂપૂર્ણિમાં ઉત્‍સવની દુર્લભ વિડીયો દર્શન નવા મિત્રો ઓશો સન્‍યાસ લેશે. સંતવાણી તથા ઓશો ભજન મંડળીના આયોજક સ્‍વામિ આનંદ તીર્થ (બકુલભાઇ ટીલાવત) દ્વારા રાત્રે સંતવાણી, સ્‍વામિદેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્‍યાનમ. શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી જરૂરી

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતું વિશ્‍વનું એકમાત્ર ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર પર છેલ્લા ૩૯ વર્ષોથી અવાર-નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ કરી રહ્યા છે.

આગામી તા.ર૧ને રવિવારના રોજ ગુરૂપુર્ણિમા નિમિતે હરસાલની માફક ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીરે તથા ઓશો ગીતા-નિવેદીતા ધ્‍યાન મંદીરે ગુરૂપુર્ણીમા ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્‍યુ઼ છે. જેની રૂપરેખા નીચે પ્રમાણે છે.

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદીર સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્લા ૩૯ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર નિયમીત કરવામાં આવે છે) સવારે ૭.૧પ થી ૮ બ્રેક ફાસ્‍ટ સવારે ૯ થી ૧૦.૩૦ દરમ્‍યાન ગુરૂવંદના સાથે ગુરૂપુજન ગુરૂ મેરી પુજા કિર્તન સાથે તથા નિર્વાણમાં યોગ ગીતા (નર્મદાબેન) તથા નિર્વાણ સ્‍વામી આનંદ ઉત્‍સવ (હીરેનભાઇ પ્રજાપતી)ને マદયાંજલી-પુષ્‍પાંજલી ૧૦.૩૦ વાગ્‍યે ચા-પાણી ૧૧ વાગ્‍યે નટરાજ ધ્‍યાન ૧૨ વાગ્‍યે સ્‍વામી દેવ રાહુલ દ્વારા હસીબા ખેલીબા ધરીબા ધ્‍યાનમ ૧ર.૩૦ વાગ્‍યે અમેરીકાના ગુરૂપુર્ણિમા ઉત્‍સવનું વિડીયો દર્શન ૧ વાગ્‍યે સન્‍યાસ ઉત્‍સવ ૧.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ (હરીહર) ઉપરોકત શિબીરનું સંચાલન સ્‍વામી સત્‍ય પ્રકાશ કરશે.

ઓશો ગીતા-નિવેદીતા ધ્‍યાન મંદીરના કાર્યક્રમની રૂપરેખા-બપોરે ૩ થી ૪ અનાપાન સતી ધ્‍યાન, બપોરે ૪ વાગ્‍યે ચા-પાણી, સાંજે ૪.૩૦ થી પ.૩૦ ઓશો હાર્ટ ડાન્‍સ, સાંજે પ.૩૦ થી ૬ ઓશો જીબરીશ ધ્‍યાન વિડીયો પર, સાંજે ૬ થી ૬.૩૦ દરમ્‍યાન ટ્રસ્‍ટીઓ તથા કાર્યકર્તાઓની મીટીંગ, સાંજે ૬.૩૦ થી ૭  ઓશો કિર્તન, સાંજે ૭ થી ૭.૩૦ ઇવનીંગ સત્‍સંગ વિથ માસ્‍ટર (સંધ્‍યા સત્‍સંગ) સાંજે ૭.૩૦ થી ૮.૩૦ ગુરૂવંદના, ગુરૂપુજન, ઓશો ગીતા મંદીરના પ્રણેતા નિર્વાણ માં યોગ ગીતાને તથા સ્‍વામી આનંદ ઉત્‍સવને સત સત સદગુરૂ પ્રણામ તથા ગુરૂ મેરી પુજા સાથે マદયાંજલી સાથે પુષ્‍પાંજલી ૮.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ (હરીહર) સંચાલીકા માં પ્રેમનંદીની.

મહાપ્રસાદ બાદ રાત્રે ૯-૩૦ વાગ્‍યે ઓશો ભજન મંડળીના આયોજક બકુલભાઇ  ટીલાળા (સ્‍વામી આનંદ તીર્થ) તથા સાથી કલાકારો કાળુભાઇ મકવાણા બંને માસ્‍ટર બલરાજભાઇ મકવાણા, બિરજુભાઇ ઠાકર, વિનોદભાઇ નિમાવત, સ્‍વામી જગદીશભારતી રસીકભાઇ મકવાણા,માધાભાઇ પાંભર સામજીભાઇ ડોડીયા અરવિંદરભાઇ જેઠવા ગૌતમભાઇ મકવાણા  તબલાવાદક વિનોદ  ભાઇ કલોલા તબલા વાદક વાસુદેવ (સ્‍વામી જીવન અભય) બળવંતસિંહ રાઠોડ તલબા વાદક રાજુભાઇ ગોહિલ તથા ખુશ પ્રજાપતી વગેરે કલાકારો દ્વારા સંતવાણી ના કાયક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. સંતવાણી ના કલાકારો દ્વારા વિવિધ સંતો મહંતો ની રચના રજુ કરી લોકો ને ભકિતરસમાં તરબોળ કરશે.

ઉપરોકત ગુરૂપૂર્ણિમાં ઓશો ધ્‍યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્‍યાસી તથા પ્રેમીઓને સ્‍વામી સત્‍ય પ્રકાશ તથા સ્‍વામી આનંદ પારસ અનુરોધ કરેલ છે. સ્‍થળઃ- ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી ડી માર્ટ પાછળ રાજકોટ

ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર, કિસાન પરા ચોક, રાજુભાઇ ફુલવાળાની બાજુમાં એ.જી. પાછળ રાજકોટ

વિશેષ માહિતી તથા શિબિરમા૦ સહભાગીતા માટે એસએમએસ કરવા માટેઃ- સ્‍વામી સત્‍ય પ્રકાશ :- ૯૪૨૭૨ ૫૪૨૭૬ / સંજીવ રાઠોડઃ- ૯૮૨૮૪ ૯૬૦૭૦ .

(3:36 PM IST)