<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

લોકમેળાનું આકર્ષક નામ આપવા કલેકટરનું આમંત્રણઃ ૩૧ સુધીમાં એન્‍ટ્રી મોકલો

રાજકોટ તા. ૧૭: રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્‍માષ્ટમી નિમિત્તે તા.૨૪  ઓગસ્‍ટ, ૨૦૨૪ થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્‍પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. જેમાં આકર્ષક શીર્ષક આપનારા સ્‍પર્ધકને પુરસ્‍કારથી નવાજવામાં આવશે.

રાજકોટ, સૌરાષ્ટ્રની આગવી ઓળખ પ્રતિબિંબિત કરતા શીર્ષક એટલે કે ‘રંગીલો લોકમેળો', ‘થનગનાટ લોકમેળો',‘જમાવટ લોકમેળો', ‘કાઠીયાવાડી લોકમેળો', આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્‍ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્‍કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ.  એન્‍ટ્રી મોકલનારા સ્‍પર્ધકે સુવાચ્‍ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્‍પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ સ્‍પર્ધામાં કોઇ પણ ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્‍ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. સ્‍પર્ધકે પોતાની એન્‍ટ્રી ઇ-મેઇલ [email protected] પર તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.

(10:29 AM IST)