<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

છુટાછેડા બાદ સતત ચિંતામાં રહેતાં રૂક્‍શાનાબેનનો એસિડ પી આઘપાત

કોઠારીયા રોડ જુની ખોડિયાર સોસાયટીમાં બનાવઃ પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રોડ નંદા હોલ પાછળ જુની ખોડિયાર સોસાયટી-૪માં રહેતાં રૂક્‍શાનાબેન ઇકબાલભાઇ લીંગડીયા (ઉ.વ.૩૦) નામના મહિલાએ ગઇકાલે બપોર બાદ ઘરે એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

આપઘાત કરનારા રૂક્‍શાનાબેનના લગ્ન બાબરીયા કોલોનીના યુવાન સાથે થયા હતાં અને સંતાનમાં એક દિકરીની પ્રાપ્‍તિ થઇ હતી. જો કે એકાદ વર્ષ પહેલા પતિએ બીજી શાદી કરી લેતાં રૂકશાનાબેનને તલ્લાક આપ્‍યા હતાં. આ પછી તેણી ખોડિયાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી હતી. તલ્લાક થઇ ગયા હોઇ તેના કારણે તેણી સતત ચિંતામાં રહેતી હતી. આને લીધે ગઇકાલે એસિડ પી લીધું હતું અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તેણી બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરે હતી.  હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(2:22 PM IST)