<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

પનાહ પ્રોજેકટ : ૪૦ દિવસ કચ્‍છની ગૌમાતાઓને ઘાસચારો અપાયો

પ્રોજેકટ ચેરમેન નિલેશભાઇ ભાલાણી દ્વારા દાતાઓના સહયોગથી જીવદયાનું ઉત્તમ કાર્ય હાથ ધરાયું : દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિમાં કચ્‍છથી ૩પ૦ ગાયમાતા કચ્‍છથી હિજરત કરી આવેલઃ જૈન સોશ્‍યલ ગ્રૃપ્‍સ ઇન્‍ટર ફેડના પનાહ પ્રોજેકટ અંતર્ગત દોઢ લાખ કિલો ઘાસચારો, ગોળ અને ખોળ અપાયા

રાજકોટઃ જૈન સોશ્‍યલ ગ્રુપ્‍સ ઈન્‍ટરનેશનલ ફેડરેશનનાં પનાહ પ્રોજેકટ અંતર્ગત રાજકોટનાં મોરબી રોડ ઉપર આવેલ રતનપર ગામે શ્રીરામ મંદિર સામે કચ્‍છમાં દુષ્‍કાળ જેવી પરિસ્‍થીતી સર્જાતા ત્‍યાંથી ગૌપાલકો તેમની આશરે ૩૫૦ જેટલી ગાયો નિભાવવા રાજકોટ તરફ હીજરત કરીને અહીં આવેલ હતા. આ ગૌમાતાને જરૂરી ધાસચારો તેમજ મેડીકલ સહાય પુરી પાડવાની સંપૂર્ણ જવાબદારી પ્રોજેકટ પનાહનાં ચેરમેન અને જીવદયા કાર્યમાં સદાય અગ્રેસર એવા અંબાઆશ્રીત પરિવારનાં નિલેશભાઈ ભાલાણી(ભીમભાઈ)એ ઉપાડેલ હતી.

રાજકોટથી ૧૭ કીલોમીટર દુર આ કેમ્‍પમાં શ્રી અમીષભાઈ દોશી (પ્રેસીડન્‍ટ-જેએસજીઆઈએફ) અને શ્રી ચિરાગભાઈ દોશી (સેક્રેટરી- જેએસજીઆઈએફ) વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિત રહયા હતા જ્‍યારે કેમ્‍પનું ઉદ્ધાટન વાઈસ પ્રેસીડન્‍ટ જેએસજીઆઈએફ - શ્રી મનીષભાઈ દોશીનાં હસ્‍તે કરવામાં આવેલ હતું. ત્‍યારબાદ આ કેમ્‍પમાં રહેલ આશરે ૩૫૦ થી વધારે ગૌમાતાને દાતાઓનાં સહયોગ થકી સતત ૪૦ દિવસ સુધી ઘાસચારો તેમજ મેડીકલ સહાય પુરી પાડવામાં આવેલ હતી.

ગત તા.૨૮-૫-૨૦૨૪ મંગળવારથી આ જીવદયાનાં ઉત્તમ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ જેમાં સૌપ્રથમ હિજરત કરીને આવેલ ગૌમાતાને મેડીકલ ટ્રીટમેન્‍ટની તાતી જરુર હોવાથી તેમને તબીબી ટીમ દ્વારા સારવાર આપવામાં આવેલ, શ્રી નિલેશભાઈ ભાલાણીને આ જીવદયાનાં કાર્યમાં રાજકોટ તેમજ આસપાસનાં વિસ્‍તારમાં દાતાઓ દ્વારા  સહકાર મળેલ જેમાં શ્રી અંબાઆશ્રિત પરિવારનાં - નિલેશભાઈ ભાલાણી(ભીમભાઈ), શ્રી પંચવટી શ્વે.મુર્તિપૂજક જૈન સંઘ, જીશા સમીપભાઈ કોઠારી, શ્રી ભાવનાબેન હસમુખભાઈ શાહ પરિવાર, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મેઈન, એક ગુરુભકત પરિવાર, એક જીવદયા પ્રેમી,  કંચનબેન શાંતિલાલ દામાણી પરિવાર - મેહુલભાઈ દામાણી, શ્રીમતી પારૂલબેન ધીરેનકુમાર કિશોરભાઈ શેઠ : લંડન - રાજેનભાઈ દોશી, સાહિલ કામદારનાં જન્‍મ દિન નિમિતે - ચેતનભાઈ કામદાર, એક ગુરુભકત પરિવાર, પ્રશાંતભાઈ સંઘવી,રાજેનભાઈ દોશી, મેહુલભાઈ શાહ, વૈભવભાઇ સંઘવી, ભાવિનભાઈ ઉદાણી, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ સંગીની મીડટાઉન, નિરંજનાબેન કાંતિલાલ વસા તથા રાકેશભાઈ અનિલભાઈ ઉદાણી, રૂજુતા પાર્થ વાધરનાં જન્‍મ દિન નિમિતે હ.બનિાબેન અનીષભાઈ વાધર, માતુશ્રી વસંતબેન હસમુખભાઈ વસા, અક્ષત હિરેનભાઈ પરીખ-સુરેન્‍દ્રનગર, પ્રશાંતભાઈ સંઘવી-ભાવિકભાઈ શાહ, જૈન ગોલ્‍ડન ગ્રુપ-યાજ્ઞિક રોડ,  શ્રી પરેશભાઈ એમ. કોઠારી જૈન સોશ્‍યલ ગ્રુપ મેઈન, શ્રી ભુપેન્‍દ્રભાઈ અવલાણી - જૈન સોશ્‍યલ ગ્રુપ મેઈન,  પ્રીતીબેન શાહ-બોમ્‍બે રીજીયન, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ યુવા, જીવદયા ગોલ્‍ડન ગ્રુપ, શ્રી ઉમેશભાઈ આર. ગાઠાણી - જૈન સોશ્‍યલ ગ્રુપ મેઈન, શૈલેષભાઈ પી. કામદાર, હરેશભાઈ એન. દોશી જૈન સોશ્‍યલ ગ્રુપ મેઈન, શ્રી પોપટલાલ વી. આડેસરા - જીવદયા ગોલ્‍ડન ગ્રુપ, શ્રી જગદીપભાઈ બી. શાહ - કિશોરભાઈ સી સંઘાણી - જૈન સોશ્‍યલ ગ્રુપ મેઈન, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ સેન્‍ટ્રલ, શ્રીમતિ નીલમબેન પ્રભુલાલ મેઘજીભાઈ શાહ એડનવાળા, શ્રી સુનીલભાઈ શાહ - ઈકોનો બોકીંગ, જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ સેન્‍ટ્રલ - પ્રાઈમ - પ્રાઈમ સંગીની, અર્હમ મંડળ - વર્ધમાનનગર, કાગદડીનાં એક જીવદયા પ્રેમી, ધીરજબેન પ્રવિણભાઈ ગણાત્રા હસ્‍તે પાર્થભાઈ ગણાત્રા-મીતાણા, માતુશ્રી દેવ્‍યાનીબેન દિનેશચંદ્ર શાહ તથા જીવદયા ગોલ્‍ડન ગ્રુપ વિરપર દ્વારા આર્થિક સહયોગ પુરો પાડવામાં આવેલ.આ કાર્ય ખાલી કેમ્‍પ પુરતું જ સીમીત ન રહેતા કચ્‍છ ખાતે વરસાદ પડતા અને ગૌમાતાને અનુકુળ પરિસ્‍થતી થતા ફરી ગોપાલકો પોતાની ગાયો સાથે કચ્‍છ તરફ પ્રયાણ કરતા શ્રી નિલેશભાઈ ભાલાણી દ્વારા રાજકોટ થી સુરજબારીનાં પુલ સુધીની આ બધી ગૌમાતા માટે ઘાસચારાની પણ ઉત્તમોત્તમ સગવડ પણ પુરી પાડેલ હતી.

 જૈન સોશ્‍યલ ગ્રુપ્‍સ ઈન્‍ટરનેશનલ ફેડરેશનનાં પનાહ પ્રોજેકટ નિલેશભાઈ ભાલાણી(ભીમભાઈ), વાઈસ પ્રેસીડન્‍ટ જેએસજીઆઈએફ - મનીષભાઈ દોશી, નિલેશભાઈ કામદાર (આઈ ડી - જેએસજીઆઈએફ), સેજલભાઈ કોઠારી (ચેરમેન-સૌરાષ્‍ટ્ર રીજીયન), ઉપેનભાઈ મોદી (ચેરમેન-આશ્રય કમીટી-જેએસજીઆઈએફ), જયેશભાઈ વસા (વાઈસ ચેરમેન-સૌરાષ્‍ટ્ર રીજીયન), રાજેશભાઈ મોદી (ઝોન કો-ઓર્ડીનેટર), મેહુલભાઈ દામાણી (ચેરમેન-રાસ ગરબા હરીફાઈ) આ જીવદયા કેમ્‍પને સફળ બનાવવા કાર્યરત બનેલ હતા.  રાજકોટની નામાંકિત કંપની રીઝલ્‍ટ એડ. પ્રા.લી દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(2:47 PM IST)