તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
નેશનલ રોબોકોનમાં નિરમા યુનિવર્સિટીની ટીમ ચેમ્પીયનઃ હવે વિયેતનામમાં ભાગ લેશે

રાજકોટ તા.૧૬: ટીમ નિરમા રોબોકોન આ ફરી એકવાર નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ રોબોકોન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને રોબોટિક્સમાં તેમની અપ્રતિમ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે.
દૂરદર્શન અને IIT દિલ્હી દ્વારા આયોજિત, આ પ્રતિષ્ઠિત ઈવેન્ટે સમગ્ર દેશમાંથી તેજસ્વી દિમાગ અને સૌથી નવીન ટીમોને એકસાથે લાવ્યા. આ વર્ષની જીત સાથે નિરમા રોબોકોન ટિમએ ૧૧મો રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ટાઇટલ પોતાને નામ કર્યો.
કુલ ૬૯ ટીમોએ પ્રથમ રાઉન્ડ માટે નોંધણી કરી હતી અને સખત મૂલ્યાંકન અને પડકારો પછી, ૪૬ ટીમો અંતિમ રાઉન્ડમાં આગળ વધી હતી. ટીમ નિરમાએ અસાધારણ કૌશલ્ય, સર્જનાત્મકતા અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું, અંતે વિજયી બની.
રાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે, ટીમ નિરમા રોબોકોન હવે વિયેતનામમાં ઓગસ્ટમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધામાં ટીમ ઈન્ડિયા તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવશે. આ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ટીમ નિરમાને તેમના નવીન ઉકેલો પ્રદર્શિત કરવાની અને વિશ્વભરની શ્રેષ્ઠ ટીમો સામે સ્પર્ધા કરવાની તક પૂરી પાડશે.
૧૧મી વખત રાષ્ટ્રીય રોબોકોન સ્પર્ધા જીતવી એ ટીમ નિરમા રોબોકોનના સમર્પણ, નિપુણતા અને વર્ષોથી સતત પ્રદર્શનનો પુરાવો છે. તેમની પ્રભાવશાળી સિદ્ધિઓની યાદીમાં જાપાનમાં ૨૦૦૨માં, થાઈલેન્ડમાં ૨૦૦૩માં, મલેશિયામાં ૨૦૦૬માં, ભારતમાં ૨૦૦૮માં, થાઈલેન્ડમાં ૨૦૧૧માં, ભારતમાં ૨૦૧૪માં, ઈન્ડોનેશિયામાં ૨૦૧૫માં, ૨૦૧૮માં વિયેતનામમાં, ૨૦૨૧માં ચીનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો સમાવેશ થાય છે. અને હવે ૨૦૨૪ ઓગષ્ટમાં ભારતને વિયેતનામમાં ૨૦૨૪માં યોજાનાર ઇવેન્ટમાં રિપ્રેઝન્ટ કરશે.
ટીમ નિરમા તેમની સફળતાનો શ્રેય તેમના યુનિવર્સિટી મેનેજમેન્ટ, ફેકલ્ટી માર્ગદર્શકો અને નિરમા રોબોકોનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અચળ સમર્થનને આપે છે. તેમના સામૂહિક પ્રયાસોએ નવીનતા અને ઉત્કળષ્ટતાને પ્રોત્સાહિત કરતા વાતાવરણને ઉત્તેજન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
(2:56 PM IST)










