<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

આચારસંહિતા બાદ કાલે મનપાનું જનરલ બોર્ડ : તોફાની બનવાની શક્‍યતા

ચાર મહિને બોર્ડમાં થશે પ્રશ્નોત્તરી : ભાજપ : ગ્રાન્‍ટ, એકશન પ્‍લાન, રેસકોર્ષમાં રમત-ગમતની સુવિધા, બગીચાની સંખ્‍યા જેવી સરકારી માહિતી પૂછી કોંગ્રેસ : ગેમઝોનની મંજૂરીઓ, ચાર વર્ષની ડિમોલીશનની નોટીસ, સાગઠીયાના સમયકાળની ટીપી સ્‍કીમોની માહિતી માંગી

રાજકોટ, તા. ૧૭ : લોકસભાની ચૂંટણીની લાંબી આચારસંહિતા બાદ આવતીકાલે તા.૧૮ના ગુરૂવારે મનપાની સામાન્‍ય સભા બોલાવવા ગત સપ્તાહે મેયર નયનાબેન પેઢડીયાની સૂચનાથી સેક્રેટરીએ એજન્‍ડા બહાર પાડયો હતો. આ સભામાં ચાર મહિના બાદ પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા થવાની છે ત્‍યારે ડ્રોથી નકકી કરાયેલા ક્રમમાં ભાજપના સભ્‍ય જયોત્‍સનાબેન ટીલાળાના બે પ્રશ્નનો પ્રથમ ક્રમે આવ્‍યા છે. તો કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ ટીઆરપી ગેમ ઝોનની મંજૂરી, અગાઉ લાગેલી આગ સહિતના પ્રશ્ન પૂછતા તેને બીજા ક્રમે જગ્‍યા મળી છે.

આ સભાના એજન્‍ડા પર કુલ ૧૦ દરખાસ્‍તો રહેલી છે. બોર્ડમાં ભાજપના ૧૭ તથા કોંગ્રેસના ૩ મળી ર૦ કોર્પોરેટરોએ કુલ ૪૦ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. પ્રથમ ક્રમે ભાજપના જયોત્‍સનાબેન ટીલાળાએ કેન્‍દ્ર અને રાજય સરકાર તરફથી મળેલી ગ્રાન્‍ટ અને તેમાંથી થયેલા કામ, એક વર્ષમાં એકશન પ્‍લાન હેઠળ થયેલા કામોની વોર્ડવાઇઝ માહિતી માંગી છે.બીજા ક્રમે કોંગી કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાનો પ્રશ્ન છે. ટીઆરપી ગેમ ઝોનમાં મનપાના ફાયર સેફટી વિભાગ, ટાઉન પ્‍લાનીંગ, ફૂડ વિભાગ અને જગ્‍યા રોકાણ વિભાગની મંજૂરી લેવાઇ હતી કે કેમ, ફૂડ વિભાગે કેટલાક સ્‍ટોલને મંજૂરી આપી હતી. ફાયર સેફટીનું એનઓસી લીધુ હતું કે કેમ, એસ્‍ટેટ અને ટીપી શાખાની મંજૂરી મેળવી હતી કે કેમ? આ ઉપરાંત તેઓએ પૂછયું છે કે ર૦ર૩ના સપ્‍ટેમ્‍બર માસમાં આ ગેમ ઝોનમાં આગ લાગી ત્‍યારે કયા ફાયર સ્‍ટેશનમાંથી પાણીના ટેન્‍કર ગયા હતા, કેટલા ટેન્‍કર ગયા હતા, ડ્રાઇવર અને ફાયરમેન, ગેમ ઝોનને ર૬૦-૧ મુજબ નોટીસ અપાઇ હતી કે કેમ તે વિગતો પૂછી છે.

 

કયા પક્ષના કેટલા પ્રશ્નો

આ ઉપરાંત ૫્રિ-મોન્‍સુન કામગીરીમાં વોંકળા, આજી નદીની સફાઇ, ત્‍યાં થયેલી કામગીરીની તારીખ વાઇઝ વિગત, આજી નદીની ચારે તરફના દબાણ અને બાવળના ઝાડ, ભારે વરસાદ થાય તો નુકસાનની જવાબદારી કોની, કેટલા ખાડા બુર્યા અને ડામર રોડ રીપેર કર્યા તેનો પ્રશ્ર્ન પૂછયો છે. ગત વર્ષમાં જુન અને જુલાઇ મહિનાની તા. ૧૫ સુધીના મેલેરીયા, શરદી, મચ્‍છરજન્‍ય રોગચાળાના આંકડા અને ર૦ર૪ના આંકડાની સરખામણી પૂછી તેઓએ પગલાની માહિતી પણ માંગી છે. આ સિવાય ત્રીજા ક્રમથી ભાજપના કોર્પોરેટરોના પ્રશ્ર્ન છે તેમાં કંચનબેન સિધ્‍ધપુરાએ બે માસની દબાણ હટાવ વિભાગની કામગીરી, ગાર્ડનની સંખ્‍યા, મંજૂર ટીપી સ્‍કીમ, ચોથા ક્રમે કુસુમબેન ટેકવાણીએ કોમ્‍યુનિટી હોલ, પાંચમા ક્રમે બીપીનભાઇ બેરાએ મિલ્‍કત અને નળ કનેકશન નામ ફેર, રેસકોર્સમાં રમત-ગમત સુવિધાઓની માહિતી પૂછી છે.

કોંગ્રેસના વોર્ડ નં.૧૫ના જ અન્‍ય કોર્પોરેટર કોમલબેન ભારાઇએ પણ ટીપી શાખાને લગતા મહત્‍વના પ્રશ્ર્ન પૂછયા છે. તા.૧-૪-૨૦થી તા.૩૧-૪-૨૪ સુધીના સમયમાં તમામ ૧૮ વોર્ડમાં ર૬૦-૧ અને ૨૬૦-૨ની અપાયેલી નોટીસ, તે બાદ ડિમોલશીન, આ કામ ન થયું હોય તો તેના કારણો, કોર્પોરેટરોની કેટલી ફરિયાદ અને કેટલો નિકાલ, જો નિકાલ ન થયો હોય તો તેના કારણો પૂછયા છે. ટીપીઓનો ચાર્જ સાગઠીયાએ સંભાળ્‍યા બાદ કેટલી ટીપી સ્‍કીમ અમલમાં આવી તેની વિગતો માંગી છે.સાથે જ મનપાની ભાડાની સ્‍કુલોમાં કેટલી સુવિધા, વોર્ડ નં.૧૫ ની શાળા નં. ૯૯માં અપૂરતા રૂમ, ટોયલેટ સહિતની અસુવિધા, ર૦૦ વિદ્યાર્થી માટે નવા બિલ્‍ડીંગ સહિતની વિગતો પૂછી છે.

કયા પક્ષના કેટલા પ્રશ્નો

 

     ભાજપ  કોંગ્રેસ  કુલ

કોર્પોરેટર    ૧૭     ૩      ર૦

પ્રશ્નો    ૩ર     ૮      ૪૦

કયા કયા નગરસેવકોએ

પ્રશ્નો રજૂ કર્યા...?

જયોત્‍સનાબેન ટીલાળા  ર

વશરામભાઇ સાગઠીયા  ૩

કંચનબેન સિધ્‍ધપુરા     ર

કુસુમબેન ટેકવાણી      ર

બીપીનભાઇ બેરા        ર

ભારતીબેન પરસાણા    ર

કોમલબેન ભારાઇ       ૩

સોનલબેન સેલારા      ર

ડો. અલ્‍પેશભાઇ મોરઝરીયા     ૧

મગનભાઇ સોરઠિયા    ર

રાણાભાઇ સાગઠિયા     ર

કેતનભાઇ પટેલ        ર

ડો. દર્શનાબેન પંડયા    ર

દિલીપભાઇ લુણાગરીયા ર

દેવાંગભાઇ માંકડ       ર

કીર્તિબા રાણા   ર

ડો. રાજેશ્રીબેન ડોડીયા  ર

નિલેશભાઇ જલુ ર

ભારતીબેન પાડલીયા   ૧

મકબૂલભાઇ દાઉદાણી  ર

(3:03 PM IST)