<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

વોર્ડ નં. ૧૮માં ૭ રસ્‍તા પાસેના ચોક હવેથી BAPS સ્‍વામિનારાયણ મંદિર ચોક તથા કેદારનાથ સોસાયટી

સામાન્‍ય સભામાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા, ટીપીઓ સાગઠિયા અને ચીફ ફાયર ઓફિસર ખેરને સસ્‍પેન્‍શન સહિતની ૧૦ દરખાસ્‍તોનો નિર્ણય થશે

રાજકોટ : કાલે મળનારા જનરલ બોર્ડમાં એજન્‍ડા પર કુલ ૧૦ દરખાસ્‍ત છે. જેમાં ટીપીઓ મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશકુમાર વાલાભાઇ ખેરને ફરજમાંથી સસ્‍પેન્‍ડ કર્યા અંગેનો રીપોર્ટ પણ મૂકવામાં આવ્‍યો છે. મનપાની સામાન્‍ય સભા, સ્‍ટે.કમીટી, ખાસ સમિતિ કાર્યવાહી અંગેના નિયમોમાં જરૂરી સુધારા ચાર મહિના પહેલા સ્‍ટે.કમીટીમાં મંજૂર કરાયા હતા. જે હવે બહાલી માટે મૂકાયા છે. બોર્ડના ઠરાવની નકલ જોવા માટે અગાઉ એક કલાકનો ચાર્જ સામાન્‍ય લોકો માટે પ૦ પૈસા હતો જે હવે રૂા.બે હજાર કરાશે. મેયર કે ડે.મેયરની ગેરહાજરીમાં સ્‍ટે.ચેરમેન પણ જનરલ બોર્ડનું અધ્‍યક્ષ પદ સંભાળી શકશે. પગારપંચની વિસંગતતા દુર કરવા, માર્કેટ શાખામાં એક્રોચમેન્‍ટ રીમુવલ ઇન્‍સ.ની જગ્‍યાને સેટઅપમાં લેવા, કડિયાનાકા પાસે શ્રમિક બસેરા માટે જમીન ફાળવવાની દરખાસ્‍ત આવી છે. વોર્ડ નં.૧૮માં ૭ રસ્‍તા પાસેના ચોકનું BAPS સ્‍વામિનારાયણ મંદિર ચોક નામકરણ, વોર્ડ નં.૧૬માં કેદારનાથ સોસાયટી મેઇન રોડનું ઉકાભાઇ નનાભાઇ લાવડીયા નામકરણ કરવા અંગેની દરખાસ્‍ત આવી છે. નાના મવા ચોકની કરોડોની હરાજી રદ્દ કરવા હવે દરખાસ્‍ત મંજૂર થશે.

(3:38 PM IST)