<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

જો સરકાર લોકમેળામાં સ્‍ટોલ નહી ફાળવે તો અગ્નિકાંડનો મુદો રાજકોટની શેરીઓમાં લઇ જવાશે

ભ્રષ્‍ટાચાર લેનારા જેલમાં છે, પણ ભ્રષ્‍ટાચાર કરનારા પકડાતા નથીઃ ઇન્‍દ્રનિલ

રાજકોટઃ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલભાઈ રાજ્‍યગુરુએ જણાવ્‍યું હતું કે નવા કાંડ ના વાદળો હજી મંડરાયેલા છે ભાજપ ભ્રષ્ટાચાર માં ગળાડુબ છે ત્રીપલ એન્‍જિનની સરકાર કોર્પોરેશન થી લઇ અને સંસદ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. અને તેની ભૂખ પૂરી થતી જ નથી ત્‍યારે લોકોને જાગળત કરવા અમે અમારી ફરજ સમજીએ છીએ. જે રીતના સરકારી તંત્ર દ્વારા તપાસ ચલાવી રહી છે એમાં ખ્‍યાલ આવે છે કે ગુજરાત સરકાર કોર્પોરેશનના તેના પદાધિકારીઓ અને ઉચ્‍ચ અધિકારીઓ જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા લોકોને બચાવવાનો પ્રયત્‍ન કરી રહ્યા છે. આનાથી રાજકોટની પ્રજા ઉપર ફરીથી કાંડ થવાની શકયતાઓ મંડરાયેલી છે.

ગુજરાતમાં રાજકોટ એ કોઈ પેલી ઘટના નથી પરંતુ આગલી ઘટનાઓમાં વડોદરામાં હરણીકાંડ, સુરતના તક્ષશિલા કાંડ, રાજકોટના હોસ્‍પિટલમાં આગની ઘટના, મોરબીના ઝુલતા પુલની ઘટના આ તમામ ઘટનાઓને છાવરવામાં આવી છે. અને એમાં કોઈ પણ હજી જેલની  સજા પામ્‍યા નથી ત્‍યારે ભવિષ્‍યના કાંડ ઉપર બ્રેક લાગે કુંભકર્ણની નિંદ્રામાં સુતેલી સરકારને જાગળત કરવા એ કામ અમે કરવાનો પ્રયત્‍ન કરી રહ્યા છીએ. રાજકોટ સફળ બંધને આ સરકારને હલાવી હતી. અધિકારીઓને કે પદાધિકારીઓને બચાવવાનું જે ભાજપ કરી રહ્યું છે તેના તેની ચર્ચાઓ પણ ચોરે ચપ્‍પોટે થાય ત્‍યારે જ આ સરકાર ઉપર કંટ્રોલ આવશે અને એ માટે લોક જાગળતિનું કામ અમે મેળામાં સ્‍ટોલ મેળવી અને કરવા માગીએ છીએ. અને આ અંગે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લોકમેળામાં અગ્નિકાંડ પીડિતો જે ન્‍યાય અંગેના સ્‍ટોલની લેખિતમાં માગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં જો સરકાર એની ઓછો વિકાસ અને જાહેરાતો જાજી એ મેળામાં કરી શકતા હોય તો લોકજાગળતિનું કામ મેળામાં શા માટે ન થઈ શકે ? સરકારની અસફળતાઓને દર્શાવવાનું કામ મેળામાં શા માટે ન થઈ શકે.

ઇન્‍દ્રનિલભાઇએ વધુમાં જણાવેલ કે, જો સરકાર લોકમેળામાં આ અંગે સ્‍ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે. ભાજપ સરકાર ફક્‍ત ગેમ ઝોન માં જ ભ્રષ્ટાચાર આચરી છે એવું નથી પરંતુ રસ્‍તા ના કામમાં અને બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચારો આચરીને કરોડો રૂપિયામાં આ ભાજપના નેતાઓ ની લાંચ રૂશ્વત બ્‍યુરો ખાતા દ્વારા તપાસ પણ થવી જોઈએ. સરકાર ભાવનગર ની રથયાત્રામાં એક પ્‍લોટ પણ સહન કરી શકતી ન હોય ત્‍યારે સ્‍ટોલ નહીં આપે તો પત્રિકા દ્વારા મેળામાં જાગળતિ કરવાનું કામ કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં  ઇન્‍દ્રનીલભાઈ રાજગુરુ, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, ધરમભાઈ કાંબલીયા, વશરામભાઈ સાગઠીયા, ગોપાલભાઈ અનડકટ, ડી.પી મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્‍દ્રસિંહ ઝાલા ઉપસ્‍થિત રહયા હતા.

(4:00 PM IST)