News of Wednesday, 17th July 2024
બે ઇંચમાં ઠેર-ઠેર પાણી-પાણી : રસ્તાઓ બન્યા સ્વીમીંગ પુલ
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી : વૃક્ષો પડયાની અનેક ફરીયાદોઃ વાહનોના ટાયરો ડુબ્યા

રાજકોટ : શહેરમાં ગઇકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા બે ઇંચ જેટલું પાણી વરસાવી દીધુ હતુ. લોકોના હૈયે ટાઢક વળી હતી. જો કે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. લોકોને આવવા-જવા ભારે હાલાકીની સામનો કરવો પડયો હતો. રોડ-રસ્તા પાણીથી તરબતર થઇ ગયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાસાયી થઇ ગયા હતા. અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટો પણ બંધ પડી જવાની ફરીયાદો ઉઠી હતી. ઉપરોકત તસ્વીરોમાં ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપરનો બીઆરટીએસ રૂટ સ્વીમીંગ પુલ બની ગયો હતો. જયારે ન્યુ રાજકોટમાં વૃક્ષ ધરાશાયી થયુ હતુ. એસ્ટ્રોન નાલા પાસે પણ જળ ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જયારે મવડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ જતા લોકોના વાહનો બંધ પડવાની ઘટનાઓ થઇ હતી.(તસવીરઃ સંદીપ બગથરીયા)
(4:02 PM IST)










