<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સીંગતેલમાં ૩દિ'માં ૪૦રૂા વધ્‍યા..

 

આજે વધુ ૧૦રૂાનો ઉછાળોઃ તહેવારો પૂર્વે જ સીંગતેલમાં ભાવ વધારોનો ખેલ પાડવા સટોડીયાઓ સક્રિય

રાજકોટ તા.૧૮: સીંગતેલમાં ધીમી ગતિએ તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૧૦રૂાનો ઉછાળો થતા સીંગતેલમાં ત્રણ દિ‘માં ૪૦રૂા નો ભાવ વધારો થઇ ગયો છે.

સોૈરાષ્‍ટ્રમાં વરસાદી માહોલના કારણે કાચા માલની અછતના કારણે આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિગ્રા.)નવા  ૧૫૪૦ હતા તે વધી આજે બપોરે ૧૫૫૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૬૧૦ થી ૨૬૬૦ રૂા. હતા તે વધીને ૨૬૨૦ થી ૨૬૭૦ રૂા. થયા હતા. છેલ્લા ત્રણ દિ'માં સીંગતેલ ડબ્‍બે ૪૦ રૂા.નો નોંધપાત્ર ભાવ વધારો થયો છે.કાચા માલની અછતના બહાને સીંગતેલમાં ભાવવધારો  ખેલ પાડવા સટોડીયાઓ સક્રિય થયાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે

(4:31 PM IST)