તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
નિતિન ભારદ્વાજ દ્વારા થયેલ ફરીયાદમાં કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર થવા ફરમાન
પ૦૦ કરોડથી વધુ રકમના નાણાકીય કૌભાંડ સંબંધે કોંગી આગેવાનો દ્વારા કરાયેલ આક્ષેપો સંદર્ભે : સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરવા અંગે પ૦૦ કરોડનું કૌભાંડ કર્યાના આક્ષેપ સંબંધે ભારદ્વાજ દ્વારા થયેલ બદનક્ષીની ફરીયાદમાં કોંગી વિરોધપક્ષના અંગત : મદદનીશ, સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા વિરૂધ્ધની ફરીયાદ કોર્ટે દાખલ કરી ચારેય કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરાયા

રાજકોટ, તા., ૧૮: અત્રે નિતિનભાઈ ભારદ્વાજ દ્વારા કોંગી આગેવાનો વિરૂઘ્ધ કરેલ બદનક્ષીના ફોજદારી કેસમાં ફરીયાદ એડમીટ કરી તમામ આરોપીઓને સમન્સ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર રહેવા ટ્રાયલ કોર્ટ હુકમ કરેલ છે.
અલગ અલગ અખબારી અહેવાલોમાં વિરોધ પક્ષના નેતાશ્રીના કાર્યાલયમાંથી સહારા કંપનીની જમીનમાં ઝોન ફેર કરીને રૂપીયા ૫૦૦ કરોડથી વધુ રકમનું ફરીયાદી નિતિનભાઈ વિરૂઘ્ધ કોંગ્રેસના નાણાકીય કોભાંડ આચરાયેલના ખોટા આક્ષેપો સાથે પ્રેસનોટ માઘ્યમથી જાહેરાત કરનાર કોગ્રેસના આગેવાનો સામે રાજકોટની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી કર્યા અંગેની ફરીયાદ કરેલ હતી. ફરીયાદીએ જે ફરીયાદ નીચેની કોર્ટ ફ રીયાદી અને બે સાહેદોને તપાસ્યા બાદ હાલનો બનાવ ગાંધીનગરમાં બદનક્ષીની જે ફરીયાદ દાખલ થયેલ છે તે ફરીયાદનો જ એક ભાગ ગણી હાલની ફરીયાદ મુળ ફરીયાદીને પરત આપવાનો હતો. જે હુકમથી નારાજ થઈ ફરીયાદીએ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ હતી. જે રીવીઝન અરજી મંજુર કરતા સેશન્સ કોર્ટે ઠરાવ્યુ હતુ કે ફરીયાદીની બદનક્ષી રાજકોટમાં થયેલ હોય જેથી રાજકોટની કોર્ટને કેસ ચલાવવાની હકુમત પ્રસ્થાપિત થાય છે. જેથી સેશન્સ કોર્ટે ફરીયાદીની ફરીયાદને ગુણદોષ ઉપર નકિક કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કરેલ હતો.
સેશન્સ કોર્ટમાં રીવીઝન દાખલ કર્યા બાદ સામાવાળા નં. (૨) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, (૩) સુખરામભાઈ રાઠવા, (૪) શૈલેષભાઈ પરમાર, (૫) સી.જે.ચાવડાનાઓને રીવીઝનમાં સામાવાળા તરીકે જોડવાની અરજી પાઠવેલ હતી જે અરજીની માંગણી નામદાર સેશન્સ કોર્ટે મંજુર કરી સામાવાળા નં.૨ થી પ ને નોટીશ કરવાનો આદેશ ફરમાવેલ હતો. ત્યારબાદ નામદાર સેશન્સ કોર્ટે નીચેની કોર્ટની હુકમ સેટે-સાઈડ કરી ફોજદારી ઈન્કવાયરી કાયદા મુજબ ચલાવવાનો યોગ્ય હુકમ કરેલ હતો.
આ ફરીયાદ ટ્રાયલ કોર્ટમાં પરત આવેલ હતી. બાદ ફરીયાદનુ ગુણદોષ ઉપર આંકલન કરતા ટ્રાયલ કોર્ટે ફરીયાદ એડમીટ કરી અને રજીસ્ટરે લીધેલ હતી. સાથે ચારેય કોંગ્રેસ આગેવાનોને આરોપીઓ તરીકે જોડી કોર્ટમાં તા.૦૩/૦૮/૨૦૨૪ના રોજ હાજર રહેવા નોટીસ ઈસ્યુ કરેલ હતી.
ફરીયાદી તસિતિનભાઈ દ્વારા દાખલ કરવામાં આવેલ ફરીયાદની હકિકતો મુજબ વર્તમાન પત્રોમાં તથા ઈલેકટ્રોનીક મીડિયામાં વાહીયાત આક્ષેપો કરનાર કોંગ્રેસના રાજકીય નેતાઓએ કોઈપણ આધાર પુરાવા વગર ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બદનામ કરવાનું એક ષડયંત્ર કરવામાં આવેલ હતું
વિશેષમાં ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જણાવેલ હતુ કે કોગ્રેસના આગેવાનોએ અખબારોમાં જે આક્ષેપો કરેલ હતા જેને કારણે બદનક્ષી થયેલ હોવાથી મુળ ફરીયાદી નીતીનભાઈ ભારદ્વાજે (૧) અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય, (૨) સુખરામભાઈ રાઠવા, (૩) શૈલેષભાઈ પરમાર, (૪) સી.જે.ચાવડા વીગેરે સામે બદનક્ષીની ફરીયાદ મુળ ફરીયાદી રાજકોટમાં રહેતા હોય અને રાજકોટમાં તેમની બદનક્ષી થયેલ હોવાથી રાજકોટમાં નીચેની કોર્ટમાંફરીયાદ દાખલ કરેલ હતી જે ફરીયાદ ગુણદોષ ઉપર નકિક થવા માટે ટ્રાયલ કોર્ટમાં આવતા ફરીયાદ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે ફરીયાદી હાલમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય છે તથા ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જીલ્લાના પૂર્વ પ્રભારી છે અને અગાઉ પણ જુનાગઢ અને અમરેલીમાં પ્રભારી તરીકેની કામગીરી કરી ચુકયા છે અને રાજકોટ મહાનગર પાલીકામાં ૨૦ વર્ષ સુધી કોર્પારેટર તરીકે સેવા આપેલ છે તથા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ રહી ચુકયા છે અને ભુતકાળમાં રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તરીકે ફરજ પણ બજાવેલ છે તેમજ સામાજીક ક્ષેત્રે ફરીયાદી બહોળી નામના અને પ્રતિષ્ઠા ધરાવે છે અને બ્રહમસમાજના પ્રતિષ્ઠીત તેમજ સિઘ્ઘાંતવાદી આગેવાન તરીકે લોકપ્રિય છે તથા રાજકારણ ક્ષેત્રે ફરીયાદી ભારતીય જનતા પાર્ટીના રાજકીય અગ્રણી છે .
ટ્રાયલ કોર્ટનુ ફરીયાદના મેરીટસ ઉપર ઘ્યાન દોરતા ફરીયાદ પક્ષે જણાવેલ હતુ કે આરોપીઓ દ્વારા અલગ અલગ વર્તમાનપત્રોમાં ફરીયાદીની ગરીમા, પ્રતિષ્ઠા અને આબરૂને નુક્શાન પહોંચાડવાના બદઈરાદે કોઈપણ જાતનાઆધાર પુરાવાઓ વિના આરોપીઓ દ્વારા ઁવિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા ગાંધીનગર૨ઁ વાળા લેટર હેડ મારફત તા. ૨૩/૦૨/૨૦૨૨ ની અખબારી યાદી માં ઁરૂ. ૫૦૦ કરોડથી વધુ રકમનું નાણાંકીય કોભાંડ આચરવાના ઉદેશથી અપાયેલ ઝોન ફેરફારની મંજૂરીઓ તાત્કાલીક અસરથી ૨૬ કરો-વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાઁ તથા કંપનીઓમાં નાગરીકોના ફસાયેલ નાણાં પરત અપાવવા ખાનગી કંપનીની જમીનમાં શ્રી સરકાર દાખલ કરો વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શેલેષ પરમારઁ તથા ઁસમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ બિલ્ડરો, પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા ભાજપના આગેવાનોની સીબીઆઈ મારફત તપાસ કરાવો. કોંગ્રેસ પક્ષના દંડક સી.જે.ચાવડા જેવા હેડીંગો હેઠળ ફરીયાદી નીતીનભાઈ ભારદ્વાજ સામે ભ્રષ્ટાચારના તથ્યવિહીન અને તદન ખોટા આક્ષેપો કરેલ છે.
કોર્ટે તમામ હકીકતોને ઘ્યાને લઈ ફરીયાદ પક્ષની દલીલો ગ્રાહય રાખી ટ્રાયલ કોર્ટે ફરીયાદી નીતીનભાઈની ફરીયાદ એડમીટ કરી રજીસ્ટરે લેવાનો હુકમ કરેલ હતો અને ચારેય કોંગી આગેવાનોને આરોપી તરીકે જોડી ટ્રાયલ કોર્ટમાં હાજર થવા હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં ફરીયાદી નીતિનભાઈ તરફે એડવોકેટ દરજજે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમળતા ભારદ્વાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુક્લ, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહીત વિગેરે રોકાયા હતા.
(11:43 AM IST)










