News of Thursday, 18th July 2024
રામેશ્વર પાર્કમાં એસીનો પાઇપ કાઢી લેવાનું કહેતા માતા-પુત્ર પર પાડોશીનો ધોકા-પાઇપથી હુમલો
દુષ્યંતભાઇ દુધાત્રાની પ્ર.નગર પોલીસમાં પાડોશી લતાબેન ચોૈહાણ તેનો પુત્ર પરેશ ચૌહાણ અને પોૈત્ર હર્ષ સામે ફરિયાદ

રાજકોટઃ તા. ૧૮: રેલનગર મેઇન રોડ પ આવેલ રામેશ્વર પાર્કમાં વૃધ્ધાના ઘરની દિવાલમાં પાડોશી એ નાખેલો એસી.નો પાઇપ વૃધ્ધાએ કાઢી લેવાનું કહેતા પાડોશીને વૃધ્ધા અને તેના પુત્ર ૃસાથે ઝધડો કરી લાકડાનો ધોકો તથા પાઇપથી હુમલો કરતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પંચાયત ચોક પાસે વિરભજન મેઇનરોડ પર રહેતા દુષ્યંતભાઇ કેશુભાઇ દુધાત્રા (ઉ.વ. ૩૯) એ પ્ર.નગર પોલીસ મથકમાં રેલનગર મેઇન રોડ પર રામેશ્વર પાર્ક શેરી નં. ૫ માં રહેતા લતાબેન નટુભાઇ ચોૈહાણ તેનો પુત્ર પરેશ ચોૈહાણ અને પોૈત્ર હર્ષ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. દુષ્યંતભાઇએ ફરિયાદ માં જણાવ્યું છેકે પોતે મજૂરીકામ કરે છે. ગઇકાલે પોતે રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી. નં. ૫ માં રહેતા માતા કાન્તાબેન કેશુભાઇ દુધાત્રા ને મળવા માટે ગયા હતા તેના ઘરે જતા માતા કાન્તાબેન સાથે પાડોશી લતાબેન ચૌહાણ ઝધડો કરતા હતા જેથી પોતે માતાને છોડવવા માટે વચ્ચે પડતા પાડોશી લતાબેન તથા તેનો પુત્ર પરેશ અને પૌત્ર હર્ષ ત્રણેય બંને સાથે ઝધડો કરી ગાળો દેવા લાગ્યા હતા. બાદ પરેશ અને તેનો પુત્ર હર્ષ લાકડાનો ધોકો તથા પાઇપ વડે મારમારતા પોતાને જમણા પગ તથા ખંભાના ભાગે ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ માતા એ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. બાદ પોતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં પાડોશી લતાબેન પોતાના ઘરમાં એ.સી.નાખેલ હોય અને એ.સી.નો પાઇપ માતાના ઘરમાં દીવાલમાં કાઢયો હોઇ તેથી માતાએ તેને એ.સી.નો પાઇપ કાઢી નાખવાનું કહેતા પાડોશી મહિલા સહિતે ધોકા પાઇપ થી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે દુષ્યંતભાઇ દુધાત્રાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે. જી.તેરૈયા સહિતે તપાસ હાથ ધરી છે.
(2:10 PM IST)










