<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સી. એમ. શેઠ પૌષધશાળા અને પારેખ ઉપાશ્રયનું નૂતનીકરણઃ લોકાર્પણ

ગોંડલ રોડ વેસ્‍ટ જૈન સંઘમાં

રાજકોટ તા. ૧૮ :.. પૂ. ભાગ્‍યવંતાજી મહાસતીજી સાધના સ્‍મૃતિ ટ્રસ્‍ટ નિર્મિત શ્રી ગોંડલ રોડ (વેસ્‍ટ) સ્‍થાનકવાસી જૈન ટ્રસ્‍ટ (સંઘ) સંચાલિત શ્રી સી. એમ. શેઠ પૌષધશાળા, માતુશ્રી ચંચળબેન જેઠાલાલ પારેખ ઉપાશ્રયમાં ગોંડલ સંપ્રદાયનાં ધ્‍યાન સાધન પૂ. ગુરૂદેવ શ્રી હસમુખમુનિ મ.સા. તથા પૂજય મુકત-લીલમ-પુષ્‍પ ગુરૂણીનાં સુશિષ્‍યા પૂ. શ્રી પુનીતાબાઇ મ.સ. તથા મધુર કંઠી પૂ. જયણાબાઇ મ.સ. ચાતુર્માસ બિરાજમાન છે.

દરરોજ સવારે ૯-૩૦ થી ૧૦-૩૦ પ્રવચન અને ત્‍યારબાદ નવકાર મહામંત્ર જપ સાધના, દર મંગળવારે મહિલા મંડળ, નૂતનીકરણ નિમિતે નમસ્‍કાર મહામંત્ર જપ સાધના આદિ ધર્મ આરાધના અવિરત ચાલી રહી છે.

પૂ. ભાગ્‍યવંતાજી મ.સ. સાધના સ્‍મૃતિ ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી ટી. આર. દોશી, સી. એમ. શેઠ, અશોકભાઇ મોદી, ઋષભ શેઠ, મહેન્‍દ્રભાઇ દોશી તથા ગોંડલ રોડ વેસ્‍ટ સ્‍થાનકવાસી જૈન ટ્રસ્‍ટ સંઘના ટ્રસ્‍ટી કિરીટભાઇ શેઠ, કીર્તિભાઇ શેઠ, કિશોરભાઇ લાઠીયા, દિવ્‍યેશભાઇ મહેતાની યાદીમાં જણાવ્‍યું છે.

ભાવનાબેન વસંતભાઇ તુરખીયા દ્વારા સંવત્‍સરી પ્રભાવના નિમિતે અનુદાન પ્રાપ્ત થતા સંઘમાં ઉત્‍સાહમાં વધારો થયો છે.

(2:47 PM IST)