તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
બોર્ડમાં ભાજપ - કોંગ્રેસની શાબ્દિક ટપાટપી : આક્ષેપબાજી

રાજકોટ : મનપાનું જનરલ બોર્ડ ચાર માસ પછી મળ્યુ હતું. તેમ છતાં આ બોર્ડ નિયત સમય ૧ કલાકમાં માત્ર એક કલાકમાં માત્ર એક જ પ્રશ્નોની ચર્ચા થઇ હતી. લોક પ્રશ્ન અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ચર્ચા કરવા વિપક્ષના સભ્ય અને વોર્ડ નં. ૧૫ કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયાએ માંગ કરતા શાસક પક્ષના સભ્યોએ અને વિપક્ષના સભ્યોએ સામે સામે આક્ષેપબાજીઓ કરી હતી. સભાગૃહમાંથી વિપક્ષને બહાર કાઢવા સભા અધ્યક્ષે આદેશ કરતા ફાયરના માર્શલોએ વશરામ સાગઠિયા સહિતના સભ્યોને હાથ ખેંચી બહાર લઇ ગયા હતા. ઉપરોકત તસ્વીરમાં સામાન્યસભામાં અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ, સેક્રેટરી એચ.જી.રૂપારેલીયા, ડે.સેક્રેટરી ધવલ જેસડીયા સહિતના અધિકારીઓ, ભાજપના મહિલા નગરસેવીકાઓ સભા અધ્યક્ષની માફી માંગતા વિપક્ષ વિરૂધ્ધ સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. અન્ય તસ્વીરમાં શાસક પક્ષના કોર્પોરેટરો તથા વિપક્ષના સભ્યોને માર્શલ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. (તસ્વીર : અશોક બગથરિયા)
(3:06 PM IST)










