તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
વશરામભાઇ અગ્નિકાંડ પીડિતો સાથે આવતા અટકાયત : બોર્ડમાં ૧૫ મીનીટ બાદ પહોંચ્યા

રાજકોટ : આજે મનપાનું ૪ મહિના બાદ મળેલ જનરલ બોર્ડમાં ભાજપ - કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે એક બીજા ઉપર તડાપીટ બોલાવવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ ટીઆરપી ગેમઝોનના પીડિત પરિવાર સાથે બોર્ડમાં હાજરી આપવા આવી પહોંચતા મનપા કચેરીએ બંદોબસ્તમાં તૈનાત પોલીસ દ્વારા તેમની અટકાયત કરી એ-ડીવીઝન પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. જ્યાં વશરામભાઇએ પોતે કોર્પોરેટર હોવાનું અને આજે અગ્નિકાંડ અંગે બોર્ડમાં શોક ઠરાવ રજુ કરનાર હોવાનું જેથી બોર્ડમાં હાજરી આપવી જરૂરી હોવાથી પોલીસે તેમની છોડી મુકયા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં વશરામભાઇ બોર્ડમાં ૧૫ મીનીટ મોડા પહોંચ્યા હતા. ઉપરોકત તસવીરોમાં પીડિત પરિવાર સાથે વશરામભાઇ, પીડિત પરિવાર દ્વારા સાથે લવાયેલ બોર્ડ તથા વશરામભાઇની અટકાયત વેળાની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:16 PM IST)










