<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા સામાન્‍ય સભામાં અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો

રાજકોટઃ નરેન્‍દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનતા આજે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય સભામાં તેઓને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. કીર્તિબા રાણા દ્વારા દરખાસ્‍ત મુકવામાં આવી હતી.જેને અનિતાબેન ગૌસ્‍વામી દ્વારા ટેકો આપવામાં આવ્‍યો હતો.ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર ભાઈના સફળ નેતૃત્‍વ દૂરંદેશી અને માર્ગદર્શન હેઠળ ભારત વૈશ્વિક સ્‍તરે સતત આગેકૂચ કરી રહ્યું છે. સર્વાંગી વિકાસના લક્ષ્યને હાંસલ કરી રહ્યું છે. દેશની જનતાએ સતત ત્રીજી વખત નરેન્‍દ્રભાઈ મોદીને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સત્તાનું સુકાન સોંપ્‍યું છે. વૈશ્વિક નેતા તથા ભારતના વડાપ્રધાનપદે સતત ત્રીજી વખત સત્તારુઢ બનાવ થવા બદલ સામાન્‍ય સભાએ અભિનંદન પાઠવ્‍યા હતા

(3:18 PM IST)