News of Thursday, 18th July 2024
બોર્ડમાં ભાનુબેન બાબરીયા તથા ડો.દર્શિતાબેન શાહ સહિત ૭૦ સભ્યો ઉપસ્થિત રહ્યા

રાજકોટ : આજે યોજાયેલ બોર્ડમાં ભાજપના ૬૬ પૈકી ૬પ, કોંગ્રેસના ૪ પૈકી ર તથા અપક્ષના ર સહિત કુલ ૭૦ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપ અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ અગાઉથી રજા રિપોર્ટ આપ્યા હતાં.
આ બોર્ડમાં રાજય સરકારના મંત્રી અને વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા તથા વિધાનસભા-૬૯ ના ધારાસભ્ય અને વોર્ડ નં. ર ના કોર્પોરેટર ડો. દર્શિતા શાહ બોર્ડમાં ઉપસ્થિત રહી લોકપ્રશ્નની ચર્ચામાં સહભાગી થયા હતાં.
(3:19 PM IST)










