તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
TPO સાગઠિયા-ચીફ ફાયર ઓફીસર ખેરનો સસ્પેન્ડ રીપોર્ટ સહિતની ૧૦ દરખાસ્તો સર્વાનુમતે મંજુર
એજન્ડાની પ્રથમ ત્રણ દરખાસ્તની વિસ્તૃત માહિતી આપવાની સભ્ય નેહલ શુકલની માંગ : તંત્રએ ખોટી માહિતી આપી : ધ્યાન દોર્યુ

રાજકોટ : આજે યોજાયેલ જનરલ બોર્ડમાં ટીપીઓ મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશકુમાર વાલાભાઇ ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રીપોર્ટ સહિતની એજન્ડા પર કુલ ૧૦ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી છે.મનપાના એજન્ડામાં રહેલી નાનામવા પ્લોટની ફાળવણી રદ, વિવિધ સંવર્ગની ભરતી સહિતની પ્રથમ ત્રણ દરખાસ્તની વિસ્તૃત માહિતી આપવા શાસક પક્ષના સભ્ય અને વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલએ માંગ કરી હતી. તંત્ર વાહકોને એ આ દરખાસ્તની ખોટી માહિતી આપતા સભ્ય અસંતોષ વ્યકત કર્યો હતો. છેલ્લા જનરલ બોર્ડમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાના કારણે કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો. આજે યોજાયેલ જનરલ બોર્ડ ની બેઠકમાં નાના મવા સર્કલ પાસેના પ્લોટની ફાળવણી રદ કરવા, કોર્પોરેશનની વિવિધ જગ્યાઓ ઉપર સિદ્ધિ ભરતી કે બઢતીથી નિયુકત થતા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉેદભવેલી વિસંગતતાઓ દૂર કરવા, દબાણ હટાવ ઇન્સ્પેકટરની નવ જગ્યાનો કાયમી સેટઅપમાં સમાવેશ કરવા, વોર્ડ નં. ૧રમાં વાવડને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા, કડિયા નાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસ ઇલેશ ખેરને ફરજમાંથી સસ્પેનડ કરવાનો હુકમ રજુ કરવા સહિતથી દરસ્ખાતોનો નિર્ણય કરાયો હતો.
આ ઉપરાંત મનપાની સામાન્ય સભા, સ્ટે.કમીટી, ખાસ સમિતિ કાર્યવાહી અંગેના નિયમોમાં જરૂરી સુધારા ચાર મહિના પહેલા સ્ટે.કમીટીમાં મંજૂર કરાયા હતા. જે હવે બહાલી માટે મૂકાયા છે. બોર્ડના ઠરાવની નકલ જોવા માટે અગાઉ એક કલાકનો ચાર્જ સામાન્ય લોકો માટે પ૦ પૈસા હતો જે હવે રૂા.બે હજાર કરાશે. મેયર કે ડે.મેયરની ગેરહાજરીમાં સ્ટે.ચેરમેન પણ જનરલ બોર્ડનું અધ્યક્ષ પદ સંભાળી શકશે. પગારપંચની વિસંગતતા દુર કરવા, માર્કેટ શાખામાં એક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ.ની જગ્યાને સેટઅપમાં લેવા, કડિયાનાકા પાસે શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા, તથા વોર્ડ નં.૧૮માં ૭ રસ્તા પાસેના ચોકનું BAPS સ્વામિનારાયણ મંદિર ચોક નામકરણ, વોર્ડ નં.૧૬માં કેદારનાથ સોસાયટી મેઇન રોડનું ઉકાભાઇ નનાભાઇ લાવડીયા નામકરણ કરવા અંગેની દરખાસ્ત આવી છે. નાના મવા ચોકની કરોડોની હરાજી રદ્દ કરવા સહિતની હવે દરખાસ્તો જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર થઇ હતી
(3:22 PM IST)










