<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સહકાર ભારતી દ્વારા વકીલ સાહેબને અનોખી શ્રદ્ધાંજલી : ૧૦૮ વૃક્ષો વાવ્‍યા

વકીલ સાહેબે નરેન્‍દ્રભાઇને સંઘમાં જોડાવાની પ્રેરણા આપેલઃ સહકાર ક્ષેત્રના વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા : ‘‘સહકાર સે સમૃદ્ધિ તક'' આ સૂત્રને જીવન મંત્ર બનાવ્‍યો

રાજકોટ : સહકાર ભારતીના આજરોજ વળક્ષારોપણના કાર્યક્રમમાં આર્ષદ્રષ્ટા વકીલ સાહેબની આજરોજ પુણ્‍યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી, એમના પ્રેરણાદાયી જીવન પ્રસંગોને યાદ કરવામાં આવેલા હતા. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને સંઘની શાખામા જવા માટે પ્રેરણા આપ્‍યા બાદ સંઘના પ્રચારક બનાવી અને રાષ્‍ટ્રભક્‍તિના પાઠ શિખવાડયા એ સંઘના પ્રચારક શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર.(વકીલ સાહેબ)૧૯૧૭ મા સતારામા જન્‍મેલા  કાયદા શાષામાં સ્‍નાતક થયા બાદ ‘ટીળક'જીની પ્રેરણાથી સ્‍વતંત્રતા આંદોલનમા જોડાયા. બાદમા સંઘના સરસંઘચાલક પૂ.ગુરુજીની પ્રેરણાથી ૧૯૪૩ મા સંઘના પૂર્ણકાલીન પ્રચારક બની અને ગુજરાતમા નવસારી ખાતે પ્રચારકના રુપમા કાર્ય કર્યા બાદ ગુજરાત પ્રાંત પ્રચારક, ક્ષેત્ર પ્રચારક અને અ.ભા.વ્‍યવસ્‍થા પ્રમુખ તરીકેનું દાયિત્‍વનુ નિર્વહન કરતા ૧૯૮૫મા પૂણે ખાતે દેહત્‍યાગ કર્યો. વકીલ સાહેબની પ્રેરણાથી ગુજરાતના સહકાર ક્ષેત્રને સંગઠિત કરવાના પ્રયાસના ભાગરુપે સહકાર ભારતીનો પ્રારંભ થયો.સહકારી ક્ષેત્ર દ્રારા રાષ્‍ટ્રીય વિચારોને પોષણ પ્રાપ્ત થાય અને સહકારી ક્ષેત્રમા પણ કાર્યરત પ્રત્‍યેક વ્‍યક્‍તિમા ‘‘આ કામ હું મારા દેશ હિત માટે કરુ છુ'' એ ભાવ જાગરણ માટે સુત્ર આપ્‍યુ ‘‘સહકાર સે સમળદ્ધિ તક''. આજે આ સુત્રને જીવનમંત્ર બનાવી સહકાર ક્ષેત્રે સંગઠન કાર્ય માટે લક્ષ્યાવધિ કાર્યકર્તાઓ કરે છે. વકીલ સાહેબની ૧૫ જુલાઇના રોજ પૂણ્‍યતિથી હોઇ એને સાંપ્રત પ્રવાહને લક્ષમાં  લઇ રાજકોટમાં ઇશ્‍વરિયા ફાટક પાસે આશુતોષ બંગ્‍લોઝમા  સહકારી સંસ્‍થાઓના ચેરમેન-વાઇસ ચેરમેન , મેનેજીંગ ડાયરેકટરશ્રીઓની ઉપસ્‍થિતિમાં  ૧૦૮વળક્ષ વાવવામાં આવ્‍યા.  રાજકોટ નાગરિક સહકારી બેંકના કાર્યકારી ચેરમેન સર્વ શ્રી જીમીભાઇ દક્ષીણી , શ્રી માધવભાઈ દવે ડિરેક્‍ટર,રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનાશ્રી કિશોરભાઇ મુંગલપરા,  શ્રી નરેન્‍દ્રભાઇ દવે અને શ્રી પંકજભાઇ રાવલ , એપીએમસી - રાજકોટના યુવા અને નવનિર્વાચિત ચેરમેન શ્રી જયેશભાઇ બોઘરા, વિજય કોમર્શિયલ બેંકના ચેરમેન શ્રી નિકુંજભાઇ ધોળકીયા , વાઇસ ચેરમેન શ્રી ધીરેનભાઇ પારેખ, સહકાર સેલના શ્રી અશોકભાઈ ડાંગર, ચામુંડા ક્રેડિટ સોસાયટી, યશભાઈ સોજીત્રા શિવ જ્‍યોત ક્રેડિટ સોસાયટી, સહકાર ભારતીના અધ્‍યક્ષ ડો, એન.ડી.શીલુ માધવ શરાફી મંડળી, શ્રી જયેશભાઈ સંઘાણી મહામંત્રી, શ્રી પ્રવીણભાઈ નિમાવત, અવધૂત કો.ઓપ.ના ચેરમેન અને શિક્ષણ સમીતિના વાઇસ ચેરમેન , શ્રી નાથાભાઇ ટોળીયા લક્ષ્મી શરાફી ક્રેડિટ સોસાયટી, શ્રી વિભાભાઈ મિયાત્રા પુરુષાર્થ ક્રેડિટ સોસાયટી, , શ્રી અનિરુદ્ધભાઈ નથવાણી શ્રી સદગુરુ ક્રેડિટ સોસાયટી, શ્રી પ્રેરણા ક્રેડીટ કો-ઓપરેટિવ સોસાયટી લી. - કલ્‍પેશ રંગાણિ, શ્રી બાલાજી ક્રેડીટ કો-ઓપરેટિવ સોસાયટી લી. - જીતેન્‍દ્રભાઈ ઠુમ્‍મર, શ્રી એચ.બી.એસ. ક્રેડીટ કો-ઓપરેટિવ સોસાયટી લી. - જગદીશ ભંડેરી, શ્રી સુર્યશકતી શરાફી સહકારી મંડળી લી. - જોરૂભા ખાચર,  શ્રી શિવજયોત ક્રેડીટ કો-ઓપરેટિવ સોસાયટી લી. - રાહુલ ચોવટીયા , યશ ચોવટિયા, વિરાજ ડોલર. જાણીતા બિલ્‍ડર શ્રી વિજયભાઈ નિમાવત, રાજકોટ નાગરિક સહકારી બેંકના જાગળતકર્મચારી મંડળના પ્રમુખશ્રી વિપુલભાઈ દવે, શ્રીઉમેદભાઈ જાની શ્રી મનસુખભાઈ ગજેરા, ઉપસ્‍થિત રહ્યા હતા,કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી અભી નિમાવત, જીત નિમાવત, ધ્રુવ રાઠોડે જહેમત ઉઠાવી હતી.

(3:42 PM IST)