<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

બોર્ડમાં લોકપ્રશ્નની બદલે ઇન્‍દીરા ગાંધીના સમયના રમખાણો-રજીસ્‍પેકટ્રમ-મનસુખ ચાવડા-ભ્રષ્‍ટાચારના મુદ્દાઓ ગુંજયા

કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા બન્‍યા એકલવીર : શાસકોને તોબા પોકારી દીધાઃ વિપક્ષના પ્રહારો સામે જયમીન ઠાકર, મનીષ રાડીયા, પુષ્‍કર પટેલ, પ્રદીપ ડવ, વિનુ ધવા, ડો. દર્શિતા શાહ, સુરેન્‍દ્રસિંહ વાળા સહિતના સભ્‍યો ઢાલ બન્‍યા

રાજકોટ : અગ્નિકાંડ મામલે આજે કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક તોફાની  બની રહેવા પામી હતી.કોંગ્રેસ  પક્ષ આજે બોર્ડમાં હંગામો  મચાવશે તેવી અણસાર શાસકોને પહેલાથી જ આવી ગયો હતી.વિપક્ષના આક્રમણને ખાળવા માટે આજે કોર્પોરેશનના પૂર્વ પદાધિકારીઓ અને વર્તમાન પદાધિકારીઓ એક થઈ ગયા હતા. સંપ ત્‍યાં જંપ તે કહેવત જાણે સાર્થક થઈ હતી. ભાજપના ૬૫ કોર્પોરેટરો ઉપર વશરામ સાગઠીયા ભારે પડ્‍યા હોય તેવો માહોલ જોવા મળ્‍યો હતો.તેઓ એક જ વાત પર અડગ રહ્યા હતા.  બોર્ડમાં અગ્નિકાંડની ચર્ચા કરવામાં આવે વિપક્ષના આક્રમણને ખાળવા માટે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, દંડક મનીષ રાડીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ઉપરાંત સ્‍ટેન્‍ડિંગ સમિતિના પૂર્વ ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ઘવા અને પૂર્વ દંડક સુરેન્‍દ્રસિંહ વાળાએ પણ સાથ આપ્‍યો હતો. તેઓએ વિપક્ષના એક-એક વિરોધનો જવાબ આપ્‍યો હતો

સામાન્‍ય બાબતે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તું-તું મેં-મેં ઉપર ઉતરી આવતા હતા. રાજકોટવાસીઓને સીધી જ અસર કરતા પ્રશ્નોની ચર્ચા કરવાના બદલે કેન્‍દ્રમાં ઇન્‍દિરા ગાંધીના શાસન કાળ વેળાએ દેશમાં થયેલા રમખાણો રજીસ્‍પેકટ્રમ, ભષ્‍ટ્રાચાર તથા આજથી ૨૦ વર્ષ પહેલા કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસન સમયે  મનસુખ ચાવડા સહિતના અધિકારીઓની પોલ ખોલી હતી.

(4:15 PM IST)