<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

આર.ટી.ઓ.માં ટ્રેક બંધ થવાની વારંવાર સર્જાતી ફરીયાદોનો કાયમી ઉકેલ લાવો : અતુલ રાજાણી

રાજકોટ તા. ૧૮ : આર.ટી.ઓ.માં છેલ્લા બે મહીનામાં અનેક વખત ટ્રેક બંધ હોવાની રાવ ઉઠી છે. ટ્રેકની પરીક્ષા આપનારાઓને દુર દુરથી ધકકા થતા હોય આ ક્ષતિ ત્‍વરીત ધોરણે નિવારવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી દ્વારા આર.ટી.ઓ.ને રજુઆત કરાઇ છે.

જેમાં જણાવ્‍યુ છે કે હાલ દેશ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે. ત્‍યારે પોર્ટલ એરરની ક્ષતિઓ સર્જાવી તે ખેદ જનક ગણાય. ભુતકાળમાં લાંચ રૂશ્વત બ્‍યુરો દ્વારા પણ આર.ટી.ઓ. કચેરીમાંથી લાંચીયા અધિકારીઓની ધરપકડો થયાના રેકોર્ડ બોલે છે. શું હવે ફરી જુની ભ્રષ્‍ટ પધ્‍ધતિની લાલસા તો કોઇને નથી જાગીને? તેવા સવાલો કોંગ્રેસ અગ્રણી અતુલ રાજાણીએ લેખિત રજુઆતમાં ઉઠાવ્‍યા છે. આરટીઓમાં મહેકમ મુજબ જગ્‍યાઓ તાત્‍કાલીક ભરવા તેમજ પાસીંગ અને રજીસ્‍ટ્રેશનની ફી માં ઘટાડો કરવા અને આ માટે હેલ્‍પ ડેસ્‍કની રચના કરવા તથા સીસીટીવી કેમેરા મુકાવવા તેઓએ અંતમાં માંગણી ઉઠાવી છે.

(4:21 PM IST)