<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

જેને પાઘડી સમજીને માથે બેસાડયા હોય એ જ ઘણીવાર પગલુછણીયા નીકળે છેઃ પૂ. ધીરગુરુદેવ

કલકત્તામાં પૂ. ડુંગરગુરુ જીવન ઝલક સમારોહમાં કાયમી સાધર્મી ભકિતમાં ૮૧ લાખનું અનુદાન

રાજકોટ તા. રરઃ શ્રી સમસ્‍ત કલકત્તા સ્‍થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે કમાણી જૈન ભવન પ્રેરિત પૂ. ડુંગરગુરુ જીવન ઝલક કાર્યક્રમ પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં યુવાદાતા રાજુ મહેતાની અધ્‍યક્ષતામાં ઉજવાયેલ.

સમોસરણમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત ભાવિકોને સંબોધતા ગુરુદેવે જણાવેલ કે-જેને પાઘડી સમજીને માથે બેસાડયા હોય એજ ઘણીવાર પગલુછણીયા નીકળે છે. વધુમાં કહેલ કે-માણસો એકબીજાને ઓળખે એટલે ભેગા થાય અને એકબીજાને ઓળખી જાય એટલે જુદા થાય!

સમારોહ મધ્‍યે સાંપ્રત સમયમાં સાધર્મી-સુપાત્ર દાનની મહત્તા સમજાવતાં કાયમી ભકિત યોજનામાં મુખ્‍ય નામકરણનો રૂા. પ૧/- લાખમાં ડો. સી. જે. દેસાઇ પરિવારના ચંદ્રવદનભાઇ દેસાઇ અને પ્રણય દેસાઇએ તથા સહયોગી દાતા શ્રેણીમાં રૂા. રપ લાખનો તારાબેન જેઠાલાલ મોદી પરિવારના શ્રી પ્રફુલભાઇ, ચંદ્રકાંતભાઇ, હરેશભાઇ, પુષ્‍પકભાઇ મોદીએ લાભ લીધો હતો.

મુંબઇના મુકેશ દોશી, ગુણવંત દોશી તેમજ કલકતા જીતો ચેપ્‍ટરના ચેરમેન ભાવેન કામદારનું રાષ્‍ટ્રીય વ્‍યાપારી કલ્‍યાણ બોર્ડ-ભારત સરકારના બોર્ડમાં સભ્‍યપદે નિયુકિત ડ્રામાના ૧૦૦ જેટલા કલાકારોનું રૂા. ૧પ૦૦થી પ્રતાપભાઇ, ભોગીભાઇ અને અનંતભાઇ મહેતા તરફથી બહુમાન કરાયું હતું.

ગૌતમ પ્રસાદના લાભાર્થી પ્રણય હર્ષદભાઇ બાખડાનું સન્‍માન કરેલ, વરસીદાન ચડાવવાનો દાતાઓએ લાભ લીધેલ. ભાવના વરસીદાન ચડાવવાનો દાતાઓએ લાભ લીધેલ. ભાવના હેમાણી, દર્શિન ભારતીય, સુમેઘા શેઠ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:28 PM IST)