<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

શ્રી કાલાવાડ રોડ શ્વેત. મૂ. જૈન તપગચ્‍છ સંઘમાં બીજા શનીવારિય અનુષ્‍ઠાન સંપન્ન

પૂ. આ.ભ.શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રા અનુષ્‍ઠાનમાં પધારેલા ૩૯૬ ભાવિકોએ નવકારશી નો લાભ લીધો

રાજકોટ, તા. રર : ચોમાસી પાખીએ  બીજા શનીવારીય અનુષ્‍ઠાન યોજાઈ ગયું જેના લાભાર્થી પૂર્વીબેન પ્રદીપભાઈ શાહ(સાંજ સમાચાર), નીતાબેન અશ્વીનભાઈ શાહ (બનારસવાળા),  પ્રભાવના આપવામાં આવેલ.  સાંજે પ્રતિક્રમણ  કરાવવામાં આવેલ. તા. ર૧ ને રવિવાર ગુરૂપૂર્ણીમા  સવારે ગુરૂ ને ચોમાસા દરમ્‍યાન વાંચવાનો ગ્રંથ ધર્મબીંદુ અને સાધ્‍વીજી મા.સા. બન્ને ને ગ્રંથ નવલબેન મનસુખભાઈ ચતુરભાઈ શાહ વાંકાનેર પરીવાર તરફથી વહોરાવવામાં આવેલ.  ગ્રંથ વહોરાવ્‍યા બાદ તેની પુજા અને પ્રસ્‍તાવના કરવામાં આવેલ. 

શ્રી ગૌતમસ્‍વામી ગણધર નાં ૧૦૮ અભિષેક નું આયોજન કરવામાં આવેલ.  ૯ અભિષેકનાં ૧ર લાભાર્થી લેવામાં આવ્‍યા હતા.  આ પરિવારોને ગોેતમ સ્‍વામી ની મૂર્તિ ઉપર ઉપાશ્રય હોલમાં અને દેરાસર ની ગોેતમ સ્‍વામીની મૂર્તિ ઉપર અભિષેક નો લાભ મળેલ.  જે ભાગ્‍યશાળીઓ લાભથી વંચીત રહી ગયેલા તેઓની પાસે શ્રી ગોેતમસ્‍વામીની મૂર્તિ હતી તે લઈ આવેલ તેના ઉપર વાસક્ષેપ થી અભીષેક કરેલ.  વાસક્ષેપ સંઘ દ્વારા આપવામાં આવેલ. આ ઉપરાંત શતાવધાની આ.ભ. શ્રીમદ જયાનંદસૂરી મહારાજની મૂર્તિ અને  ગણધર ગૌતમ સ્‍વામીની મૂર્તિ ઉપર જીનલાય માં ૧૨ લાભાર્થી પરિવારોએ અભિષેક કરેલ. 

જયાનંદ ધામમાં પરમાત્‍માના ગણધર ભગવંતના દેવ દેવીના લાભ લેનાર પુણ્‍યશાળી પરિવાર ૯ અભિષેક નો લાભ બે પરીવારો વચ્‍ચે આપવામાં આવેલ.  આ સાથે જયાનંદ ધામમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા તેમજ બીજા અનુષ્ઠાન દરમ્‍યાન તેમાં  જાજમ બીછાવવાનું, ભગવાનના મહેતાજી બનવાનું, લાભાર્થી પરિવારોને તીલક કરવાનુ, બહુમાન કરવાના આદેશો ગુરૂપૂર્ણીમાના દિવસે આપવામાં આવેલ.    ભાવિકો દ્વારા માતબર રકમ ની બોલી બોલવામાં આવેલ.

કાર્યક્રમ પૂર્ણ થયે આવેલ ૩૯૬ ભાવિકોની નવકારશી ૧ર લાભાર્થી પરીવારો તરફથી રાખવામાં આવેલ હતી. જેની શ્રી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ-રાજકોટ ના મહેશભાઈ મણીયાર ૯૪ર૭રર૦૩૩૧, શ્રી વિપુલભાઈ દોશી (મો.૯રર૮૭૬પ૬૮૮), શ્રી નિતેશભાઈ શાહ (મો. ૯૭ર૪૮ર૦ર૧૬) ની યાદી જણાવે છે.

(3:07 PM IST)