<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

દારૂ બીયર ભરેલી કાર સાથે અલીખાન પકડાયોઃ સુત્રધાર ગોૈતમનગરના રાજેશની શોધખોળ

ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરીની ટીમની કાર્યવાહીઃ શક્‍તિસિંહ ગોહિલ, પ્રદિપભાઇ ડાંગરની બાતમીઃ ૧.૨૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૨: દારૂ-જુગારની પ્રવૃતિ અટકાવવા અને આવા કેસ શોધી કાઢવા સુચના મળી હોઇ ગાંધીગ્રામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર અને શક્‍તિસિંહ ગોહિલને મળેલી બાતમી પરથી જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક પાસે જીજે૦૩એલઆર-૬૮૨૭ નંબરની કાર આંતરી જામનગર રોડ રાજીવનગર ૨૫ વારીયામાં રેહતાં અલીખાન ફતેખાન બ્‍લોચ (ઉ.વ.૩૯)ને પકડી લીધો હતો. કારમાંથી રૂા. ૬૦૦૦ની એઇટ પીએમની  બાર બોટલો અને ગ્રીન લેબલની ૧૭૫૦૦ની ૩૫ બોટલો તથા એઇટ પીએમના રૂા. ૨૭૬૦ના ૨૪ ચપલા તથા રૂા. ૩૦૦૦ના બીયરના ૨૪ ટીન મળ્‍યા હતાં.

પોલીસે દારૂ, બીયર, ૧ લાખની કાર મળી કુલ રૂા. ૧,૨૯,૨૬૦નો મુદ્દામાલ કબ્‍જે કરી અલીખાનની વિશેષ પુછતાછ કરતાં પોતે આ દારૂ ગાંધીગ્રામ ગોૈતમનગરના રાજેશ ઉર્ફ રાજુ તુલસીભાઇ અજમરીયાનો હોવાનું કહેતાં રાજેશની શોધખોળ થઇ રહી છે. ઝડપાયેલો અલીખાન અગાઉ  રાયોટીંૅગના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એસ. એલ. ગોલિહ, એએસઆઇ ધર્મેન્‍દ્રસિંહ રાણા, હેડકોન્‍સ. મશરીભાઇ ભેટારીયા, કોન્‍સ. પ્રદિપભાઇ ડાંગર, શક્‍તિસિંહ ગોહિલ, કુલદિપસિંહ રાણા, મુકેશભાઇ સબાડ, રોહીતદાન ગઢવી, રઘુવીરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:11 PM IST)