News of Monday, 22nd July 2024
સસ્પેન્ડ થયેલા પીઆઇ વી. કે. ગઢવી, આર. વાય. રાવલ અને કે. બી. રાજવીને ફરી નિમણુંક અપાઇ
પીએસઆઇ એસ. વી. સાખરા પરનું સસ્પેન્સન પણ હટયું

રાજકોટ તા. ૨૨: શહેરમાં સવા બે વર્ષ પહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કથીત તોડકાંડ બાદ ભારે ચકચારને પગલે જુનાગઢ બદલી થઇ હતી. એ વખતે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં પીઆઈ વી. કે. ગઢવી તેમજ પીએસઆઈ એસ. વી. સાખરા સસ્પેન્ડ થયા હતા. આ બંને અધિકારી પરથી સવા બે વર્ષે બાદ સસ્પેન્શન હટયું છેઅને બંનેને ફરીથી પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોસ્ટીંગ ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં પીઆઈ વી.કે.ગઢવીને ડાંગ જિલ્લામાં મુકવામાં આવ્યો છે. અગાઉ તેમની બદલી વડોદરા પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે કરવામાં આવી હતી અને ત્યાંથી તેમને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે પીએસઆઈ એસ.વી.સાખરાને અમદાવાદ કંટ્રોલ રૂમમાં મુકાયા બાદ તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સવા બે વર્ષથી આ બંને અધિકારી સસ્પેન્શન પીરિયડ ભોગવી રહ્યા હતા. અંતે હવે ડીજીપી દ્વારા બંનેનું સસ્પેન્શન હટાવી લેવાયું છે. હવે પીઆઈ વી.કે.ગઢવીને ડાંગ અને પીએસઆઈ એસ.વી.સાખરાને વડોદરા મુકવામાં આવ્યા છે. બીજી તરફ અગાઉ રાજકોટ એસઓજીમાં ફરજ બજાવી ચુકેલા અને સુરત ખાતે પોસ્ટીંગ થયા બાદ ફરજ દરમિયાન સસ્પેન્ડ થયેલા પીઆઇ આર.વાય. રાયલને અમરેલી તેમજ અમરેલીના પીઆઈ કે.બી.રાજવીને દેવભૂમિ દ્વારકા ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે
(3:17 PM IST)










