<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ગુ.રા. મુખ્‍ય ચુંટણી અધિકારીએ રાજકોટ કલેકટરને સ્‍વામીનારાયણ સંસ્‍થા વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કરતા તંત્રની દોડધામ

લોકસભાની ચુંટણી દરમિયાન સ્‍વામીનારાયણ સંસ્‍થા (બીએપીએસ) એ સંસ્‍થાનો ગેરઉપયોગ કરવા સબબ

રાજકોટ : તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચુંટણીમાં કાલાવાડ રોડ, રાજકોટ મુકામે આવેલ સ્‍વામીનારાયણ મંદિર (બીએપીએસ) ના સત્‍સંગ હોલમાં ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના પ્રચાર-પ્રસાર માટે બેઠક મળેલ હતી. તે બાબતે જીલ્લાને લેખિતમાં સંજય લાખાણી અને કળષ્‍ણદત રાવલે સંયુક્‍ત રીતે જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રાજકોટને અરજી કરેલ. તે અરજી સંદર્ભે સંતોષજનક પગલા ન લેવાતા ગાંધીનગર મુખ્‍ય નિર્વાચન અધિકારીને અપીલ/રિવીઝન અરજી તા.૨૫/૦૫/૨૦૨૪ના રોજ કરેલ. જે સંદર્ભે અરજદારની અરજી અને કલેક્‍ટરના અહેવાલને ધ્‍યાને લઈ મુખ્‍ય નિર્વાચન અધિકારીને તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ કલેક્‍ટરશ્રીને ધ રિલીઝીયન્‍સ ઈન્‍સ્‍ટીટયૂશન (પ્રિવેન્‍સન ઓફ મિસયૂઝ) એકટ-૧૯૮૮ ની કલમ ૩,૫,૬,૭ અંતર્ગત યોગ્‍ય કાર્યવાહી કરીને કરેલ કાર્યવાહીનો અહેવાલ કરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. ગુજરાતમાં એમાં ખાસ કરીને રાજકોટમાં કોઈ ધાર્મિક સંસ્‍થાએ કાયદાને ભંગ કરીને ચુંટણીના પ્રચાર/પ્રસાર માટે પોતાની સંસ્‍થાઓનો ગેરઉપયોગ કરવા અંગે કાર્યવાહી કરવાનો ચુંટણી અધિકારીએ આદેશ આપ્‍યાનો આ પ્રથમ કિસ્‍સો છે.

તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ સ્‍વામી નારાયણ મંદિર (બીએપીએસ) કાલાવાડ રોડ, રાજકોટ વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાનો આદેશ કરવા છતા કલેકટર તંત્રએ ઉપલી સત્તાધિકારીના આદેશની અવમાનના કરતા આ કામના મૂળ ફરીયાદી સંજય લાખાણી અને કળષ્‍ણદત રાવલે આજે કલેક્‍ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને સ્‍વામી નારાયણ મંદિર (બીએપીએસ) કાલાવાડ રોડ, રાજકોટ અને તેના મેનેજર/વહિવટકર્તા ઘનશ્‍યામસિંહ ઝાલા અને કાઠારી સ્‍વામી સામે ગુન્‍હો દાખલ કરવા અરજ કરેલ છે. ભાજપ કાર્યાયલ રાજકોટ શહેરના મંત્રી  હરેશ જોષી સામે સદરહું ગુન્‍હામાં મદદરૂપ થવા માટે ગુન્‍હો નોંધવા પણ અરજ કરેલ છે. જેથી કલેક્‍ટર તંત્રમા દોડધામ મચી ગયેલ છે. અરજદારોએ અરજીમાં જણાવેલ છે કે ગુજરાત રાજ્‍યના મુખ્‍ય ચુંટણી અધિકારીનો હુકમ હોવા છતાં એક માસ કરતા વધુ સમય વિતી ગયેલ છે. છતા પણ કલેકટર તંત્રએ ગુન્‍હો નોંધેલ નથી જે પગલું પણ ફોજદારી કળત્‍ય બને છે અને જે ગુન્‍હો નોંધવામાં ન આવે તો કલેકટરશ્રી સામે નામદાર કોર્ટમાં જવાની ફરજ પડશે તેમ બન્ને અરજદારોએ જણાવેલ છે.

કેસની પુર્વ વિગત જોઈએ તો, અરજદારએ રજૂઆત કરેલ હતી કે, રાજકોટ સને-૨૦૨૪ની લોકસભાની ચુંટણીને મતદાર તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ થયેલ છે. આ લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે  પુરૂષોત્તમભાઈ રૂપાલા ઉભા હતા.

અરજદારએ વધુમા રજુઆત કરેલ હતી કે, આ કામમાં શ્રી અક્ષર સ્‍વામી નારાયણ મંદિર (બીએપીએસ) ધાર્મિક સંસ્‍થા છે. શ્રી બ્રહ્મવિહારીદાસજી તે શ્રી સ્‍વામી નારાયણ મંદિર ઠે. કાલાવાડ, રાજકોટ સંસ્‍થાના મેનેજર/વહીવટકર્તા છે જે રોજબરોજની કામગીરી અને વહીવટ સંભાળે છે. ઘનશ્‍યામ સિંહ ઝાલા તે શ્રી સ્‍વામી નારાયણ મંદિર સંસ્‍થા સાથે રોજબરોજની કામગીરીમાં સંકળાયેલા છે. શ્રી હરેશ જોશી એ રાજકોટ શહેર ભાજપના હોદેદાર છે.

લોકસભાની ચુંટણી સબંધે તા.૧૬/૦૩/૨૦૨૪ થી તા.૦૫/૦૫/૨૦૨૪ સુધી રાજકીય ગતીવિધીઓ અને પ્રચાર ખુબ તેજ હતો. કોઈપણ ધાર્મિક સંસ્‍થાઓ કોઈપણ રાજકીય પક્ષને પોતાની રાજકીય ગતિવિધી માટે પોતાના પ્રચાર માટે કોઈ સમુદાયને પોતાના સ્‍થળ/ધાર્મિક સ્‍થળમાં એકઠા કરવા તે ગુન્‍હો બને છે/કોગ્રીજીબલ ગુન્‍હો બને છે.

અરજદારએ વધુમાં રજુઆત કરેલ હતી કે, તા. ૨૮/૦૩/૨૦૨૪ ના રોજ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ શ્રી સ્‍વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા તેમની રાજકીય ગતીવીધી માટે એટલે કે રાજકીય ગતીવીધીને પ્રોત્‍સાહન અને પ્રચાર કરવા માટે સંમેલન શ્રી સ્‍વામિ નારાયણ મંદિર ધાર્મીક સંસ્‍થામાં રાખવામાં આવેલ. આ સંમેલનના ફોટોગ્રાફસ જોઇએ તો ઉપરોક્‍ત ધાર્મીક સંસ્‍થામાં ભારતીય જનતા પક્ષના રાજકીય પ્રયાર કરતા અને રાજકીય ગતીવીધી કરતા પોસ્‍ટર અને બેનર અને મંડપ બાંધેલ હોવાનું સ્‍પષ્ટ જણાયેલ હતું. ઉપરોકત ફોટોગ્રાફસની નકલ પણ અરજદારે અરજી સાથે બીડેલ હતી.

કલેકટરશ્રી રાજકોટ / જીલ્લા ચુંટણી અધિકારીશ્રી રાજકોટ દ્વારા કોઇ  પ્રત્‍યોતર કે રિપોર્ટની માહિતી ન મળતા અરજદારએ મુખ્‍ય ચુંટણી અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર ને તા. ૧૫/૦૪/૨૦૨૪ ના રોજ પત્ર લખી, તેની નકલ રૂબરૂ આપેલ અને જેમાં ફરીયાદીની ફરીયાદના આધારે થયેલ કાર્યવાહીનો રિપોર્ટ / અહેવાલ આપવા જણાવેલ.

ઉપરોક્‍ત ધાર્મીક સંસ્‍થાના સભાગળહમાં ગેઇટ ઉપર ભારતીય જનતા પક્ષના ચુંટણીને લગતા કમાન - બેનર લગાડેલ હોવાનું માલુમ પડેલ. તેમજ ઉપરોકત વિગત CVIGIL I Flying Squad દ્વારા કરવામાં આવેલ સ્‍થળ તપાસમાં ઉપરોક્‍ત રાજકીય પક્ષની ચુંટણીલક્ષી સામગ્રી મળેલ છે. તે ઉપરાંત ભારતીય જનતા પક્ષના આગેવાન અને શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારાનું ૪૫ મિનિટ દરમ્‍યાન નિવેદન લેવામાં આવેલ. રૂ. ૪૧૦૦/- દાન લઇ આ ધાર્મિક સંસ્‍થા એટલે ઉપરોક્‍ત અક્ષર પુરુસોતમ સ્‍વામિનારાયણ મંદિર અને તેના મેનેજર્સ એ ભારતીય જનતા પક્ષના ૧૭૦૦ જેટલા કાર્યકરો / હોદેદારોને ઉપરોક્‍ત ધાર્મિક સંસ્‍થાના સભાગળહમાં તાલીમ આપવા પરવાનગી આપેલ છે. આમ ધાર્મિક સંસ્‍થા/શ્રી અક્ષર સ્‍વામીનારાયણ મંદીર (બીએપીએસ) સંસ્‍થા દ્વારા રાજકીય પક્ષને પોતાના પ્રચાર અને પ્રસાર માટે તેમજ રાજકીય કામગીરી માટે ધાર્મિક સ્‍થળ ઉપર સમુહને એકઠા થવા પરવાનગી આપેલ જે ઉપરોક્‍ત કાયદા હેઠળ Congnizable ગુન્‍હો બને છે.

અરજદારએ વધુમા રજુઆત કરેલ હતી કે, તા. ૦૩/૦૪/૨૦૨૪ જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા ચુંટણી અધિકારીના રિપોર્ટ શ્રી અક્ષર સ્‍વામીનારાયણ મંદીર (બીએપીએસ) ધાર્મિક સંસ્‍થા દ્વારા તેના ધાર્મિક સ્‍થળમાં રાજકીય ગતિવીધી કરવા અને પ્રચાર કરવા અને રાજકીય પ્રસંગ માટે દાન લઇ ધાર્મિક સ્‍થળની જગ્‍યા આવેલ હોવાનું સ્‍પષ્ટ આવે છે. જેથી વધુ કોઇ પુરાવાની જરૂર હતી જ નહી આમ છતા ચુંટણીમાં મતદાનની તારીખ ખુબ નજીક આવી જાય અને આખરી સમયમાં નિર્ણય આપી દેવાય જેથી કોઇ અસરકારક પગલા ન લેવાય તે હેતુથી અરજદાર પાસે વધુ પુરાવો માંગેલ.

તા. ૨૮/૦૩/૨૦૨૪ નો જે પ્રસંગ છે તે ભારતીય જનતા પક્ષ દ્વારા રાજકીય પ્રસાર અને પ્રચાર માટેની ગતીવીધી છે તે માટે ભાજપના ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયાએ તેમના ફેસબુક એકાઉન્‍ટ માં મુકેલ આ પ્રસંગના ફોટોગ્રાફ અને આ પ્રસંગમાં ઉપસ્‍થીત રહેલ ભાજપના તમામ આગેવાનના ફોટોગ્રાફ/વિગતો પુરી પાડેલ. આ ફોટોગ્રાફ્‌સ જોતા તેમાં ભાજપ ના ગુજરાત રાજ્‍ય ના પ્રમુખ   સી. આર. પાટીલ ઉપરોક્‍ત શ્રી અક્ષર સ્‍વામીનારાયણ મંદીર (બીએપીએસ) સંસ્‍થામાં રાજકીય પ્રવચન અને ચુંટણી લક્ષી માર્ગદર્શન આપતા હોવાનું સ્‍પષ્ટ દર્શાયેલ છે તેમજ શ્રી અક્ષર સ્‍વામીનારાયણ મંદીર (બીએપીએસ) સંસ્‍થામાં રાજકોટ જીલ્લાની તમામ વિધાનસભા બેઠક વાર લોકસભા ૨૦૨૪ ને લગત ચુંટણીનુ સાહિત્‍ય મંડપ/પંડાલ બાંધી વહેંચણી કરવામાં આવેલ. આવા અનેક ફોટોગ્રાફ છે. ઉપરોકત વિગતે ક્‍લેકટરશ્રીને પુરા પાડવામાં આવેલ પ્રસંગના ફોટોગ્રાફની નકલ આ અરજદારએ રજુ રાખેલ.

આમ છતા જીલ્લા કલેક્‍ટરશ્રી અને ચુંટણી અધિકારીના એ ઉપરોકત પ્રસંગ જે સ્‍વામીનારાયણ મંદિરના કમ્‍પાઉન્‍ડમાં આવેલ ઓડીટોરીયમમાં કરવામાં આવેલ તેમ છતા બંને મિલ્‍કતો અલગ - અલગ દર્શાવી અને પ્રસંગ તાલીમનો હતો અને જાહેરસભા નો ન હતો તેમ જણાવી ફરીયાદમાં કોઇ કાર્યવાહી કરવા પાત્ર જણાતી નથી તેવું જણાવેલ હતી તે બાબતને અપીલમાં ગ્રાહ્ય ન રાખી સ્‍વામીનારાયણ સંસ્‍થા (બીએપીએસ) વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેકટરશ્રીને ગુજરાત રાજ્‍ય, મુખ્‍ય ચુંટણી કમિશનરે આદેશ કરતા ખળભળાટ વ્‍યાપી ગયેલ છે અને અરજદારો આ બાબતે સતર્ક રહી સત્‍વર ફરીયાદ થાય તે માટે કલેક્‍ટરશ્રી રાજકોટને પગલા લેવા માટે રજૂઆત કરી રહ્યા છે.

(3:25 PM IST)