News of Monday, 22nd July 2024
મીરા ઉદ્યોગનગરમાં કારખાનામાંથી રૂા. ૩પ હજારના સામાનની ચોરી કરનાર બૈજુ પકડાયો
ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ. કુલદીપસિંહ જાડેજાની બાતમીઃ મહુવાના વિક્રમ વાળાની શોધ

રાજકોટઃ ભાવનગર રોડ પર મીરા ઉદ્યોગનગર મેઇન રોડ પર બંશી-વે-બ્રીજવાળી શેરીમાં આવેલા કારખાનામાંથી થયેલી પીતળનો ભંગાર અને કાસ્ટીંગના માલ સામાનની ચોરી કરનાર શખ્સ ગોંડલ રોડ લોહાનગરમાં હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતીસંહ પઢારીયા, હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા અને કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા લોહાનગર મફતીયાપરામાંથી બૈજુ ધરમશીભાઇ પટેલીયા (ઉ.વ. રપ) (રહે. લોહાનગર મફતીયાપરા) ને પકડી લઇ રૂા. ૩પ,પ૦૦ નો ચોરાઉ સામાન કબજે કર્યો હતો. આ ચોરીમાં સામેલ મહુવાના વિક્રમ બાબુ વાળાની શોધખોળ હાથ ધરી છે. બૈજુ પટેલીયા ચોરી તથા મારામારી સહિતના સાત ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી. સી. સાકરીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, અશોક કલાલ, હેડ કોન્સ. સંજયભાઇ દાફડા, હરદેવસિંહ રાઠોડ, વિજયરાજસિંહ જાડેજા, મયુરભાઇ મિયાત્રા, કોન્સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
(3:45 PM IST)










