<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

દારૂના ગુનામાં ફરાર રતનપરના શખ્‍સને ડીસીબીએ દબોચ્‍યો

પીઆઇ એમ.આર. ગોંડલીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરના ડીસીબી પોલીસ સ્‍ટેશનના દારૂના ગુનામાં ફરાર અને લાલ શાહીથી નીશાન કરાયેલા વહતુ ધીરૂભાઇ ખાચર (ઉ.વ.૨૮-રહે. રતનપર બોટાદ)ને  એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્‍સ. સંજયભાઇ દાફડા અને કોન્‍સ. વિજયભાઇ મેતાની બાતમી પરથી આજીડેમ ચોકડીએથી પકડી લેવાયો છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમના પીએસઆઇ ડી.સી. સાકરીયા, એએસઆઇ રણજીતસિંહ, અશોક કલાલ, હેડકોન્‍સ. સંજયભાઇ, હરદેવસિંહ રાઠોડ, વિજયરાજસિંહ જાડેજા, મયુર મિયાત્રા, વિજય મેતા, કુલદીપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:49 PM IST)