<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ પાસેથી હસુ ઉર્ફે હસલો ચોરાઉ બાઇક સાથે પકડાયો

એ-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ. કિશનભાઇ આહીર, અજયભાઇ બસીયા, કોન્‍સ. ધારાભાઇ ગઢવી અને રમેશભાઇ માલકીયાની બાતમી

રાજકોટ તા. રરઃ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ પાસેથી એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે રાજસ્‍થાનના શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. અજયભાઇ બસીયા, કિશનભાઇ આહિર, કોન્‍સ. ધારાભાઇ ગઢવી અને રમેશભાઇ માલકીયાને બાતમી મળતા સ્‍ટાફ સાથે ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ પાસેથી હસુ ઉર્ફે હસલો પદમસિંહ હેરમા (ઉ.વ. ૪ર) (રહે. મેટોડા કારખાનામાં મૂળ રાજસ્‍થાન) ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. અગાઉ વાહન ચોરી, દારૂ સહિત પાંચ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ બાઇક તેણે દસ દિવસ પહેલા એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. એમ. વી. લુવા, બી. વી. ગોહિલ, હેડ કોન્‍સ. કિશનભાઇ આહિર, અજયભાઇ બસીયા, કલ્‍પેશભાઇ બોરીચા, કોન્‍સ. ધારાભાઇ ગઢવી, રમેશભાઇ માલકીયા, ધવલકુમાર જીલડીયા, સંજયભાઇ ચોહાણ તથા સંજયભાઇ જાદવ દ્વારા કરવામાં આવી હતી.

(3:52 PM IST)